Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

વડોદરાની સયાજી હોસ્પિટલની બેદરકારી સામે આવી: જનરલ વોર્ડમાં દર્દીઓની સાથે શ્વાન પર નજરે પડ્યા

વડોદરા:સયાજી હોસ્પિટલમાં બેદરકારી અને નિષ્કાળજી એટલી હદે વધી ગઈ છે કે જનરલ વોર્ડમાં દર્દીઓની સંખ્યા વધી જતાં તેમને વોર્ડની બહાર બેડ પર રાખવામાં આવે છે અને  દર્દીની સાથે  કૂતરા પણ નજરે પડતા હોય છે.

અંગેની વિગત એવી છે કે સયાજી હોસ્પિટલમાં દર્દીોની સારવારમાં બેદરકારી અને નિષ્કાળજીના આક્ષેપો અવારનવાર થતા હોય છે. અને ગરીબ દર્દીઓની સારવારમાં બેદરકારીના કારણે તેમના મોત પણ નિપજ્યા હોવાના આક્ષેપો થાય છે. પરંતુ સયાજી હોસ્પિટલનું રેઢિયાળ તંત્ર સુધરવા તૈયાર નથી.

સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગની ઉપર  ચોથામાળે જનરલ વોર્ડમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છેજેથી દર્દીઓને વોર્ડની બહાર બાથરૃમ પાસે બેડ પાથરીને રાખવામાં આવે છે. અને ત્યાંજ ટ્રીટમેન્ટ કરાય છે. આશ્ચર્યની  વાત છે કે ચોથામાળે દર્દીઓની સાથે કૂતરાઓ પણ જોવા મળે છે.

(5:33 pm IST)