Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમદાવાદના વસ્ત્રાપુરમાં જુનિયર ક્લાર્ક પતિના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ પોલીસનો સહારો લીધો

અમદાવાદ:વસ્ત્રાપુર સરકારી વસાહતમાં રહેતી પરિણીતાને કરાઈ એકેડેમીમાં જુનીયર ક્લાર્ક તરીકે કામ કરતા પતિએ શારીરિક અને માનસિક ત્રાસ આપતા તેની વિરૃધ્ધ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનોનોંધાયો છે. પત્ની અને દિકરીને છોડીને છેલ્લા એકાદ મહિનાથી પતિ ચાલ્યો ગયો હોવાનું પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

બનાવની વિગત મુજબ મુળ ધંધુકાના રહેવાસી કાજલબહેન(૩૨)ના  લગ્ન ૨૦૧૪માં ધંધુકામાં રહેતા પ્રવિણસિંહ એલ.ગોળ સાથે થયા હતા.લગ્ન બાદ કાજલબહેન તેમના સાસરીમાં સાસુ સસરા, જેઠ અને જેઠાણી સાથે રહેતા હતા. ૨૦૧૫માં પતિ પ્રવિણસિંહને  ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમીમાં જુનીયર ક્લાર્ક તરીકે નોકરી મળી હતી. પતિને વસ્ત્રાપુરમાં સરકારી ક્વાટર્સમાં ઘર મળતા કાજલબહેન અને તેમની દિકરી વસ્ત્રાપુર રહેવા આવ્યા હતા. એકાધ વર્ષ બાદ પતિ ઘરકામ જેવી નાની નાની બાબતે કાજલબહેનને પરેશાન કરવા લાગ્યો હતો. કાજલબહેનના પરિવારે પ્રવિણસિંહને સમજાવવા પ્રયાસ પણ કર્યો હતો.

(5:31 pm IST)