Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

બનાસકાંઠાના પાલનપુરની સિવિલ હોસ્‍પિટલમાં કોરોનાના શંકાસ્‍પદ દર્દીના મોત બાદ સ્‍મશાનગૃહમાં દફનવિધી માટે ૪ કલાક તડકે રાહ જોવી પડી

બનાસકાંઠા: બનાસકાંઠામાં પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે સારવાર લઈ રહેલા શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યું હતું. રાજસ્થાનના સાંચોરનો દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જોકે, મૃતકનો રિપોર્ટ આવવાનો હજુ બાકી હતો, તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. ત્યારે સિવિલ હોસ્પિટલ માંથી મૃતક વ્યક્તિની લાશને સ્મશાન ગૃહમાં લઈ જવાઇ હતી. પરંતુ સ્મશાન ગૃહમાં મૃતદેહને દફનવિધિ માટે 4 કલાક તડકે રાહ જોવી પડી હતી.

એમ્બ્યુલન્સ મૃતદેહને લઈને સ્મશાન ગૃહમાં પહોચી ગઈ હતી, પરંતુ સ્મશાન ગૃહના તાળા ખૂલ્યા ન હતા. સ્મશાન ગૃહના દરવાજા આગળ 4 કલાક મૃતદેહ એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યો હતો. જેના બાદ આખરે સ્મશાનના તાળા ખૂલ્યા હતા.

તંત્રની સમજાવટ બાદ સ્મશાનના ટ્રસ્ટીઓએ તાળા ખોલ્યા હતા. જેના બાદ કોરોનાના શંકાસ્પદ દર્દીના મૃતદેહને સ્મશાનમાં લઇ જવાયો હતો. પોલીસની હાજરીમાં મૃતદેહની દફનવિધિ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે, બનાસકાંઠામાં કોરોનાના કુલ 114 કેસ થયા છે.

મહેસાણામાં આજે નવા 3 કેસ નોંધાયા

મહેસાણા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. ગઈકાલે લેવાયેલ 50 સેમ્પલમાંથી 28 સેમ્પલનું પરિણામ આજે આવ્યુ છે. જેમાં ટેસ્ટ 25 નેગેટિવ અને 3 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આમ, મહેસાણા જિલ્લામાં આજે નવા 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 2 કડી અને 1 જોટાણાનો કેસ છે. જોટાણાના 40 વર્ષીય બીનાબેન રાવલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેટિવકડીના 55 વર્ષીય હસનઅલી ફકરૂદીન મોગરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેટિવકડીના 47 વર્ષીય હિમાંશુ ખમારને પણ પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. હજુ 22 સેમ્પલનું પરિણામ પેન્ડિંગ છે. મહેસાણામાં કોરોનાના કારણે વધુ એક મોત નિપજ્યું છે. વડનગર તાલુકાના ઉણાદ ગામના 60 વર્ષીય વૃદ્ધનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે વડનગર મેડિકલ કોલેજ ખાતે રાત્રે 3 કલાકે સારવાર દરમિયાન મોત થયું છે.

(4:31 pm IST)