Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

નર્મદા જીલ્લા મા વધુ એક કોરોના પોઝીટીવ કેસ નો ઉમેરો : L & T કંપની હેઠળ કામ કરતા શ્રમિકને કોરોના પોઝીટીવ

કેવડીયા વિસ્તારમાં વિવાદાસ્પદ છ ગામો માંથી ૩૦૦ થી વધુ સેમ્પલો લેવાયાં હતાં

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જીલ્લા ના કેવડીયા ખાતે વાગડીયા પાસે કાર્યરત એલ એન્ડ ટી કંપનીના શ્રમિકને કોવીડ-૧૯ નો પોઝીટીવ કેસ આવ્યો છે, તા.૩૦મે ના રોજ સેમ્પલ લેવામા આવ્યો હતો જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, આ શ્રમિક સરજુ સુરેશ વિશ્વકર્મા છે તે તા.૨૭ મે ના રોજ સુરતથી કેવડીયાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

  કોવીડ-૧૯ ના નર્મદા જીલ્લા મા હાલ કુલ ૦૪ કેસો એક્ટીવ થવા સાથે કુલ ૧૮ ઉપર આંકડો સ્થિર થયો છે, રાજપીપળાના કોવીડ-૧૯ આઈસોલેશન હોસ્પીટલમા દર્દી ઓની સારવાર ચાલી રહી છે.

 કેવડીયા નજીકના વિવાદાસ્પદ છ ગામો માથી આરોગ્ય વિભાગે 300થી વધુ સેમ્પલો લેતાં શોષિયલ મિડીયામા આ વાતને લઈ ને દેકારો મચી ગયો હતો કે સરકારના ઈશારે આ ગામોમા કોરોના પોઝીટીવ દર્દીઓ બતાવી આખાં એરીયાને કંટેન્મેન્ટ ઝોન જાહેર કરવો જેથી લોકો સજ્જડ રીતે પોતાના ઘરોની અંદર પુરાઈ રહે અને આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી કાંટાળી વાડનુ કામ નિર્વિઘ્ને પાર પાડી લે, આરોગ્ય વિભાગની કામગીરી એ વખતે શંકા ના ઘેરામા આવી ગઈ હતી.

(4:33 pm IST)