Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ઇન્કમટેકસ દ્વારા તા. ૧પ જુન સુધી ગ્રીવન્સીસ સેલ

આયકરના કરદાતા આજે તમામ પ્રકારની અરજી અને ફરીયાદોનો નિકાલ થશે

અમદાવાદ, તા. ર :  આવકવેરા વિભાગે, કરદાતાઓ માટે ૧ જુનથી ૧પ જુન સુધી ગ્રીવન્સીસ સેલ શરૂ કર્યુ છે.

આ અંગતૃત કરદાતાઓએ તેમના જુના અપીલના કેસ, વિવાદિત ડિમાન્ડની રકમ, ટીડીએસના મિસમેચ ભૂલ સુધારણા અરજીઓ કરીને તેનું નિરાકરણ લાવવા માટે ઓનલાઇન અરજી આયકર વિભાગને કરવી પડશે અથવા તો તેમના સંબંધિત આવકવરેા અધિકારીને પણ અરજદાર ઓનલાઇન માહિતી આપી શકે છે.

માર્ચ મહિલામાં લોકડાઉન આવી જતા ઘણા સરકારી કર્મચારી અને અર્ધ સરકારી કર્મચારીઓના પગારમાંથી ટેકસની રકમ કપાઇ ગઇ છે. આવા કરદાતાઓને કલેમ કરવાનો સમય લોકડાઉનના કારણે મળ્યો નથી. હાલમાં પરિસ્થિતિ એવી છે કે નવેમ્બર મહિના સુધીમાં રિટર્ન ફાઇલ કરવાના હોવાથી ત્યાં સુધી કરદાતાના રિફંડ અટવાઇ પડશે, જો કે ૧ થી ૧પ સુધી ગ્રીવન્સીસ સેલ ચાલુ હોવાના કારણે કરદાતા તેનો લાભ ઉઠાવી શકશે અને તેમની અરજીનો પણ ત્વરિત નિકાલ કરી દેવામાં આવશે.

સાથે-સાથે વિદેશ પ્રવાસમાં કરદાતાએ રૂ. બે લાખથી વધુ રકમનો ખર્ચ કર્યો હશે તો તેની વિગતો પણ કરદાતાએ જાહેર કરવી પડશે એટલું જ નહીં. એક લાખથી વધુ વીજ બિલ ભરી રહેલા કરદાતાઓએ પણ તેની વિગતો જાહેર કરવી પડશે. જો કે નવા ફોર્મ પણ જાહેર કરી દીધાં છે. આઇટીઆર-૧ એ પ૦ લાખથી ઓછા પગાર-વ્યાજની આવક ધરાવતા કરદાતાઓ માટે છે આઇટીઆર-એ પ૦ લાખથી વધુ પગાર-વ્યાજ, મકાન પ્રોપર્ટી તથા શેરબજારના કેપિટલ ગેઇન્સની આવક ધરાવતા કરદાતા માટે છે.

(4:05 pm IST)