Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

બાપુની અવગણનાનો પડધો સોશ્યલ મીડીયામાં ઝળકયો

ટોચના અગ્રણીઓથી માંડી જીલ્લા હોદેદારોમાં રોષ

રાજકોટ,તા.૨: ગુજરાત સરકાર સામે વિરોધનો વંટોળ ઉભો કરી કોંગ્રેસની બરોબરીમાં સરકારને ભીડવનાર ગુજરાત પ્રદેશ એન.સી.પી. પ્રમુખ શંકરસિંહ વાઘેલાને હટાવી જયંત બોસ્કીને પ્રમુખ પદે નિમાતા એન.સી.પીમાં વિરોધ વંટોળ ઉભો થયો છે.

બાપુના અંગત કાર્યકરો તથા એન.સી.પીના પ્રદેશ હોદેદારથી માંડી જીલ્લા સંગઠનના આગેવાનો વોટ્સઅપ પર 'પોસ્ટ' મુકીને સોશ્યલ મીડીયામાં મેેસેજ વાયરલ કરી બાપુ પ્રત્યેની તેમની વફાદારી દર્શાવી રહ્યા છે. જે પૈકીના ત્રણેય વોટ્સએપ મેસેજની પોસ્ટ તસ્વીરમાં નજરે પડે છે.

(4:04 pm IST)