Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં નિર્જળા - ભીમ એકાદશીએ શ્રી ઘનશ્યામ મહાપ્રભુજીને આમ્રોત્સવ - મનોરથ

સંપૂર્ણ દેશ લોકડાઉનમાં છે ત્યારે ધાર્મિક સ્થળો, મેળાવડા અને સભાઓ પણ બંધ છે. ધાર્મિક સ્થાનો બંધ હોવાના કારણે દેશના મહત્વના મુખ્ય મંદિરોએ દર્શન માટે, દાન માટે ઓનલાઈન વ્યવસ્થા કરી છે. લોકડાઉનના કારણે મણિનગર - અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર પણ સત્સંગીઓ -  ભાવિક ભક્તોને દર્શન માટે બંધ છે, ત્યારે દર્શનાર્થીઓ ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનાં દર્શનનો લાભ મેળવી રહ્યા છે.

ઉનાળા - ગ્રીષ્મ ઋતુમાં કેરીની સિઝન હોય છે..ત્યારે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આમ્રોત્સવ - કેરીનો મનોરથ ચઢાવવાનો પણ વિશેષ મહિમા રહેલો છે.

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનને આંબા કેરીનો મનોરથ - આમ્રોત્સવ - અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો છે. જે  આમ્રોત્સવ સંતો અને હરિભકતો માટે ભારે આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. જેથી જેઠ સુદ અગિયારસ - નિર્જળા - ભીમ એકાદશીના પવિત્રતમ દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સમક્ષ કળિ કલ્પવૃક્ષ - આમ્રફળ -  (આંબા - કેરીનો મનોરમ્ય મનોરથ સજાવવામાં આવ્યો હતો.

જેનાં દર્શન કરી પૂજનીય સંતો ભાવવિભોર બન્યા હતા. પૂજનીય સંતોએ ભજન કીર્તનની ધૂન સાથે ભગવાનનો જય જય કાર કર્યો હતો. 

લાખો ભાવિક ભક્તોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આમ્રોત્સવ

 - મનોરથનો લાભ લઇ ધન્યતા વ્યક્ત કરી હતી. દિવ્ય દર્શનનો લાહ્વો લઈ ભક્તો ધન્ય બન્યા હતા.

વૈશ્વિક કોરોનાના કહેરના કારણે છેલ્લા 2 મહિના કરતાં વધારે સમયથી સત્સંગીઓ, ભાવિક ભક્તો માટે દર્શન બંધ છે. ત્યારે આમ્રોત્સવ યોજી લોકોના સ્વાસ્થ્ય માટે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પ્રાર્થના કરી હતી.

(3:43 pm IST)