Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

૬૮ લાખ ગરીબો માટે વિજયભાઇની હેટ્રિકઃ આ મહિને પણ વિનામૂલ્યે અનાજ

તા.૧૫મીથી સસ્તા અનાજની ૧૭ હજાર દુકાનો પરથી ઘઉં, ચોખા, ચણા અપાશે

ગાંધીનગર, તા.૨: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ૩ કરોડ ૩૬ લાખ ગરીબ-અંત્યોદય પરિવારો માટે મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. NFSA હેઠળ સમાવિષ્ટ થયેલા ૬૮.૭૧ લાખ રેશન કાર્ડધારકોને સતત ત્રીજીવાર જૂન મહિનામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાર્શેં.

તા.૧પમી જૂનથી રાજયમાં આ અનાજ વિતરણનો પ્રારંભ થર્શેં. ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનું ૧૭ હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ શરૂ થર્શેં. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે પણ જૂન મહિનામાં વ્યકિતદિઠ ૩.પ૦ કિલો ઘઉં, ૧.પ કિલો ચોખા અને પરિવારદિઠ ૧ કિલો ચણા વિનામૂલ્યે અપાર્શેં. આ અગાઉ એપ્રિલ મહિનામાં લોકડાઉનની સ્થિતી દરમ્યાન NFSA ૬૮ લાખ પરિવારોને રૂ. ૮૦ર કરોડની બજાર કિંમતનું ૩૬.૧૮ લાખ કિવન્ટલ અનાજ તથા મે મહિનામાં ૩૬.૧૮ લાખ કિવન્ટલ અનાજનું વિનામૂલ્યે વિતરણ રાજય સરકારે કર્યુ છે.

હવે સતત ત્રીજીવાર જૂન મહિના માટે પણ આવું વિનામૂલ્યે અનાજ વિતરણ ૬૮ લાખથી વધુ NFSA પરિવારોને તા.૧પમી જૂનથી કરવાની સંવેદના મુખ્યમંત્રીએ દર્શાવી ર્છેં. અંદાજે ૩૬.૮૭ લાખ કિવન્ટલ અનાજ રાજય સરકાર અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિતરણ કરાશે.

(3:01 pm IST)