Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોના બિમારી અને સતત બંદોબસ્તને કારણે શારીરિક-માનસિક રીતે સ્ટાફને સજ્જ કરવા અનોખો વર્કશોપ યોજાયો

રાજકોટઃ ગુજરાતમાં અમદાવાદની માફક વડોદરામાં પોઝીટીવ કેસોની સંખ્યાઓ વધુ હોવા સાથે, કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તથા ધોમધખતા તાપમાં ખડેપગે  ફરજ બજાવતા પોલીસ સ્ટાફની શારીરિક-માનસિક સ્થિતિ યથાવત જળવાઇ રહે અને પોલીસના મનોબળ પર કોઇ વિપરીત અસર ન થાય તે માટે મેડિટેશન અને બ્રેથ વર્કશોપનું આયોજન આર્ટ ઓફ લિવીંગના માધ્યમથી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. ૩૦ જેટલા પોલીસ અધિકારીઓ અને ૧૦૮ થી વધુ પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. સોશ્યલ ડીસ્ટન્સ તથા ફીઝીકલ ડીસ્ટન્સ જળવાઇ રહે તે માટે તબક્કાવાર પોલીસ સ્ટાફ આ વર્કશોપમાં સામેલ થશે. નિયમોના પાલન સાથે બંદોબસ્તને પણ અસર ન થાય તેવો નિર્ણય પણ કરાયાનું સૂત્રો જણાવે છે.

(11:47 am IST)