Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

હરિનવમીના પુનિત પર્વે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં નિલકંઠ વર્ણી અને ઘનશ્યામ મહારાજનું ષોડશોપચાર પૂજન :પયોભિષેક

અમદાવાદ તા.2:   કોરોના મહામારીના કારણે સમગ્ર ભારતમાં લોક-ડાઉન હોવાથી, હરિભકતોની ઉપસ્થિતિ વિના, કેવળ સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં, એસજીવીપી ગુરુુકુલના શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, જેષ્ઠ માસની શુદિ હરિ નવમીએ વૈદિક વિધિ સહિત ઘનશ્યામ મહારાજનું ષોડશોપચાર પૂજન, દિવ્ય રાજોપચાર વિધિ તથા સર્વમંગલ સ્તોત્રની નામાવલિ સાથે તુલસી દલથી ઘનશ્યામ મહારાજનું પૂજન અને અભિષેક કરવામાં આવેલ.

    ત્યારબાદ નિલકંઠ વર્ણી, ઘનશ્યામ મહારાજને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ દૂધ અને કેસર મિશ્રિત જળથી અભિષેક કર્યો હતો.  

(9:49 am IST)
  • મહારાષ્ટ્રમાં મોટું રાજકીય તોફાન આવી રહયું છેઃ આગામી મહારાષ્ટ્રના રાજકારણને સ્પર્શતી મોટી ઘટના સાકાર થઇ રહી છેઃ ઝડપભેર આશ્ચર્યજનક વિસ્ફોટો થશે access_time 3:49 pm IST

  • જામનગર ગ્રીન માર્કેટમાં તમાકુ સોપારી વેપારીઓને ત્યાં જીએસટી વિભાગના દરોડા : હાલ સર્ચ ઓપરેશન ચાલુ :વેપારી આલમમાં તેમજ ગ્રીન માર્કેટના વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે access_time 9:08 pm IST

  • દિલ્હી-છત્રીસગઢ અને મણીપુરનું સુકાન બદલાયું : ભાજપ પ્રમુખોની નિમણુંકો શરૂ : પૂર્વ કેન્દ્રીયમંત્રી વિષ્ણુદેવ સાય છત્રીસગઢ ભાજપના નવા પ્રમુખ બન્યાઃ તેઓ ત્રીજી વખત આ પદ સંભાળી રહયા છે. તેઓની ગણના ભાજપના દિગ્ગજ નેતાઓના થાય છેઃ જયારે મણીપુરમાં એસ.જીતેન્દ્રસિંહે નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યાઃ દિલ્હીમાં મનોજ તિવારીના સ્થાને આદેશ ગુપ્તાને પ્રદેશ પ્રમુખ પદે સુપ્રત કરાયું : હવે દેશના અન્ય રાજયમાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાવાની પ્રક્રિયા થાય તેવી શકયતા access_time 5:32 pm IST