Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સાત પીઆઇની આંતરિક બદલીનો હુકમ કરતા પોલીસ કમિશ્નર

 

સુરત : કોરોનાના કહેર વચ્ચે સુરતમાં 7 પોલીસ ઈન્સપેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નરે પોલીસ ઈન્સપેક્ટર આર.બી.બ્રહ્મભટ્ટએ બદલીનો નિર્ણય લીધો છે.

સુરતમાં 7 પોલીસ ઇન્સપેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં પાંડેસરાના PI ડી.કે પટેલને ટ્રાફિકનો હવાલો સોંપવામાં આવ્યો છે. મિસિંગ સેલના PI ડી.એસ કોરાટને પાંડેસરાની જવાબદારી સોંપવામાં આવી છે. સરથાણા PI ટી.આર ચૌધરીને વિશેષ શાખામાં મુકવામાં આવ્યા છે. ટ્રાફિક શાખાના PI બી.સી સોલંકીને સરથાણાની જવાબદારી સોંપાઇ છે. જહાંગીરપુર પોસ્ટના PI બી.એમ પાટીદારની ટ્રાફિક શાખામાં નિમણૂક કરાઈ છે. પાંડેસરાના PI આર.એમ વસોયાને હજીરા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. હજીરા પોસ્ટના PI વી.બી દેસાઈને જહાંગીરપુરાની જવાબદારી સોંપાઇ છે.

(12:31 am IST)
  • ભારતમાં કોરોના સંક્રમિતનો આંકડો 2 લાખને પાર પહોંચ્યો : રાત્રે 8 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ કેસ 2,01,484 નોંધાયા : 99 ,265 એક્ટીવ કેસ : 96,570 દર્દીઓ રિકવર થયા :મૃત્યુઆંક 5638 થયો access_time 8:19 pm IST

  • સંકટ ટળ્યુ : વાવાઝોડુ ગુજરાતમાં નહિં મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે : દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી : હવામાન ખાતાએ નિર્દેશ આપતા કહ્યું છે કે કાલે વાવાઝોડુ 'નિસર્ગ' મહારાષ્ટ્રમાં ટકરાશે : દક્ષિણ ગુજરાતના કાંઠે ટકરાશે નહિં : સૌરાષ્ટ્રને કોઈ અસર નહિં થાય : વાવાઝોડુ મહારાષ્ટ્ર અને દમણ વચ્ચે ટકરાશે : દમણથી પસાર થઈ જશે : સુરત અને ભરૂચમાં ૭૦ થી ૮૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 1:33 pm IST

  • ખાનગી ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન ઉપર કોરોના માટે કોઈપણ નિયુક્ત કરેલી સરકારી હોસ્પિટલ કે લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરવી શકશે. અન્ય કોઈ મંજૂરીની જરૂર નથી access_time 10:51 pm IST