Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સુરતમાં બે સંતાનોને ઝેરી દવા પીવડાવી માતાએ દવા પી લઈ સામુહિક આપઘાતનો કર્યો પ્રયાસ

પાલીતાણાના નવઘણ વદર ખાતેથી પતિ સુરત પહોંચ્યો : પત્ની સામે હત્યાની ફરિયાદ

 

સુરતઃ સુરતના  મોટા વરાછા સુદામા ચોક શ્રીનીધી એપાર્ટમેન્ટમાં હીરા દલાલ પતિથી અલગ રહેતી પરિણીતાએ દુધમાં ઉંદર મારવાની દવાઓ નાંખી બે સંતાનને પીવડાવી અને પોતે પણ પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી હતી. માતા-સંતાનનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બીજી તરફ લોક્ડાઉનના કારણે વતનમાં ફસાયેલા પતિને થતા ખાનગી ગાડીમાં સુરત દોડી આવ્યો હતો બનાવ અંગે પોલીસે પતિની ફરિયાદને આધારે પત્ની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અમરોલી પોલીસના જણાવ્યા મુજબ મોટાવરાછા સુદામા ચોક શ્રીનીધી એપાર્ટમેન્ટમાં રહેતા લતાબેન જીતેશ લાઠીયા (ઉ.વ.33)એ શનિવારે મળસ્કે પાંચ વાગ્યે તેની પુત્રી શ્લોકા (ઉ.વ. 16) અને પુત્ર (ઉ.વ.7)ને ઉંઘમાંથી ઉઠાડી દુધ પીવડાવ્યું હતું અને પોતે પણ એક ગ્લાસ દુધ પીધુ હતું.
ત્યારબાદ થોડીવારમાં ત્રણેય જણાને ઉલ્ટી થવા લાગતા લતાબેને બંને સંતાનોને હું જીંદગીથી કંટાળી ગઈ છું. જેથી હું મરી જાઉ અને તેમને પણ મારી નાખું તેવું કહી નક્કી કરીને મે ઉંદર મારવાની દવાની ગોળી દુધમાં નાંખી દીધી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ લતાબેને જાતે જ તેના ભાઈ મનોજ ડાવરાને ફોન કરતા તેઓ દો઼ડી આવી સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.
સામુહિક આત્મહત્યાના પ્રયાસના બનાવની જાણ થતા અમરોલી પોલીસ દોડતી થઈ હતી. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લતાબેનના પતિ જીતેશ લાઠીયા મુંબઈમાં હીરા દલાલીનું કામ કરે છે. અને અઠવાડિયામાં રજાના દિવસોમાં સુરત આવતો હતો. પરંતુ પત્ની સાથે થતા ઝઘડાથી જીતેશ છેલ્લા દોઢ બે વર્ષથી તેના ભાઈના ઘરે રહેતો હતો.
અને બે મહિનાથી તેઓ વતન ભાવનગર પાલીતાણીના નવઘણ વદર ખાતે ગયા હતા. લતાબેને પોતે અને સંતાનોને ઝેરી જવા પીવડાવી હોવાની જાણ મામા સસરા નરેશ વઘાસીયાએ કરી હતી. ત્યારબાદ જીતેશ ખાનગી ગાડી કરી સુરત આવ્યો હતો. પોલીસે બનાવ અંગે લતાબેનના પતિ જીતેશ લાઠીયા (રહે, નાના વરાછા યોગીચોક સાવલીયા સર્કલ પાસે સાવંત પ્લાઝા)ની ફરિયાદ લઈ લતાબેન સામે આઈપીસી કલમ ૩૦૭ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:25 am IST)
  • દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલની ઓફીસમાં 13 અને દિલ્હી સરકારના 6 ઓફિસરને કોરોના પોઝિટિવ આવેલ છે. access_time 10:50 pm IST

  • નિસર્ગથી અતિ-અતિ ભારે વરસાદ અને પ્રચંડ મોજાનો ભય : નિસર્ગ વાવાઝોડાને લીધે તોફાની પવન કરતા અતિથી અતિ ભારે વરસાદનો ભયઃ ૮ થી ૧૦ ઇંચ સુધી વરસાદ અને ૧૦ થી ૨૦ ફુટના પ્રચંડ મોજા ઉછળશે તેનો ભય છે. આવતીકાલે ત્રીજી જુને સવારે મોટી ભરતી (હાઇટાઇડ) સમયે જો અતિભારેે વરસાદ અને તોફાની પવન ફુંકાશે તો સ્થિતિ અત્યંત ભયાવહ બનશેઃ કાલે સવારે મુંબઇમાં ''હાઇટાઇડ'' સમયે જો અતિભારે વરસાદને તોફાની પવન ફુંકાય તો સ્થિતિ ગંભીર access_time 12:45 pm IST

  • કલેકટરની સાંજે મેડીકલ ઓફિસરો સાથે મીટીંગ અને વીસીઃ રૂટીન કામગીરી શરૂ કરી દેવા -કોવિડ-૧૯ અને ચોમાસુ રોગચાળા અંગે સમીક્ષા : રાજકોટ કલેકટર રેમ્યા મોહન દ્વારા સાંજે સીવીલ સર્જન મેડીકલ કોલેજના ડીન-જીલ્લા આરોગ્ય અધિકારી તથા કોર્પોરેશનના આરોગ્ય અધિકારી સહિત તમામ મેડીકલ ઓફિસરો સાથે મીટીંગ અને વીસી યોજાશેઃ જેમા સગર્ભા સારવાર - ધાત્રી માતા સહિતની મેડીકલ કામગીરી શરૂ કરી દેવાઃ કોવિદ-૧૯માં હવે અનલોક-૧માં કયા પ્રકારની ખાસ સાવચેતી અને આગામી ચોમાસુ રોગચાળા અંગે સમીક્ષા થશે access_time 3:50 pm IST