Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

સુરતમાં બે સંતાનોને ઝેરી દવા પીવડાવી માતાએ દવા પી લઈ સામુહિક આપઘાતનો કર્યો પ્રયાસ

પાલીતાણાના નવઘણ વદર ખાતેથી પતિ સુરત પહોંચ્યો : પત્ની સામે હત્યાની ફરિયાદ

 

સુરતઃ સુરતના  મોટા વરાછા સુદામા ચોક શ્રીનીધી એપાર્ટમેન્ટમાં હીરા દલાલ પતિથી અલગ રહેતી પરિણીતાએ દુધમાં ઉંદર મારવાની દવાઓ નાંખી બે સંતાનને પીવડાવી અને પોતે પણ પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી હતી. માતા-સંતાનનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બીજી તરફ લોક્ડાઉનના કારણે વતનમાં ફસાયેલા પતિને થતા ખાનગી ગાડીમાં સુરત દોડી આવ્યો હતો બનાવ અંગે પોલીસે પતિની ફરિયાદને આધારે પત્ની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અમરોલી પોલીસના જણાવ્યા મુજબ મોટાવરાછા સુદામા ચોક શ્રીનીધી એપાર્ટમેન્ટમાં રહેતા લતાબેન જીતેશ લાઠીયા (ઉ.વ.33)એ શનિવારે મળસ્કે પાંચ વાગ્યે તેની પુત્રી શ્લોકા (ઉ.વ. 16) અને પુત્ર (ઉ.વ.7)ને ઉંઘમાંથી ઉઠાડી દુધ પીવડાવ્યું હતું અને પોતે પણ એક ગ્લાસ દુધ પીધુ હતું.
ત્યારબાદ થોડીવારમાં ત્રણેય જણાને ઉલ્ટી થવા લાગતા લતાબેને બંને સંતાનોને હું જીંદગીથી કંટાળી ગઈ છું. જેથી હું મરી જાઉ અને તેમને પણ મારી નાખું તેવું કહી નક્કી કરીને મે ઉંદર મારવાની દવાની ગોળી દુધમાં નાંખી દીધી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ લતાબેને જાતે જ તેના ભાઈ મનોજ ડાવરાને ફોન કરતા તેઓ દો઼ડી આવી સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.
સામુહિક આત્મહત્યાના પ્રયાસના બનાવની જાણ થતા અમરોલી પોલીસ દોડતી થઈ હતી. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લતાબેનના પતિ જીતેશ લાઠીયા મુંબઈમાં હીરા દલાલીનું કામ કરે છે. અને અઠવાડિયામાં રજાના દિવસોમાં સુરત આવતો હતો. પરંતુ પત્ની સાથે થતા ઝઘડાથી જીતેશ છેલ્લા દોઢ બે વર્ષથી તેના ભાઈના ઘરે રહેતો હતો.
અને બે મહિનાથી તેઓ વતન ભાવનગર પાલીતાણીના નવઘણ વદર ખાતે ગયા હતા. લતાબેને પોતે અને સંતાનોને ઝેરી જવા પીવડાવી હોવાની જાણ મામા સસરા નરેશ વઘાસીયાએ કરી હતી. ત્યારબાદ જીતેશ ખાનગી ગાડી કરી સુરત આવ્યો હતો. પોલીસે બનાવ અંગે લતાબેનના પતિ જીતેશ લાઠીયા (રહે, નાના વરાછા યોગીચોક સાવલીયા સર્કલ પાસે સાવંત પ્લાઝા)ની ફરિયાદ લઈ લતાબેન સામે આઈપીસી કલમ ૩૦૭ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:26 am IST)
  • અરબી સમુદ્રનું ડિપ્રેશન ડિપડિપ્રેશનમાં પરિવર્તિત : ૧૨ કલાકમાં વાવાઝોડામાં ફેરવાશે : હવામાન ખાતુ : હવામાન ખાતાએ આજે સવારની સ્થિતિ અંગે જણાવ્યુ છે કે ડિપ્રેશન ગોવાના પણજીથી ૩૦૦ કિ.મી. દૂર અરબી સમુદ્રમાં જોવા મળેલ : જેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે : નવસારી અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે : દાહોદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે access_time 12:45 pm IST

  • ભરૂચ:માંડવા ગામે દારૂ ભરેલી કાર ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ જતી વેળા અકસ્માત સર્જાતા બે લોકો ઇજાગ્રસ્ત:દારૂ ભરેલી કારની સીટ નિકળી જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો:ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા:બનાવની અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધ કરાઈ access_time 8:44 am IST

  • ચાર્ટર પ્લેન મારફત આવતા વ્યવસાયિક વિદેશીઓ માટે ભારતના એરપોર્ટ ખુલ્લા મુકાયા : વિદેશ મંત્રાલયની મંજૂરી access_time 7:10 pm IST