Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમદાવાદમાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે છેડતી કરતા લેડી ડોકટરે તમાચો ચોડી દીધો !!! ફેક મેસજથી રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર

ખોટો મેસેજ વાયરલ કરી બદનામ કરનાર તત્વો વિરૂદ્ધ ભૂષણ ભટ્ટે ખાડિયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી

 

અમદાવાદ : અમદાવાદની SVP હોસ્પિટલમાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે છેડતી કરતાં લેડી ડૉકટરે તમાચો ચોડી દીધો હતો. જો કે બાદમાં ભટ્ટે માફી માંગી લેતા બંને પક્ષે સમાધાન થયાના ખોટા મેસેજથી શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી હતી. જોકે પ્રકારના ખોટો મેસેજ વાયરલ કરી બદનામ કરનાર તત્વો વિરૂદ્ધ ભૂષણ ભટ્ટે ખાડિયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે.

 શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવનાર ખોટા મેસેજમાં લખ્યું હતું કે,અશોક ભટ્ટના છોકરા ભૂષણ ભટ્ટે દારૂ પીધેલી હાલતમાં SVP હોસ્પિટલમાં લેડી ડૉકટર સાથે શારિરીક અડપલાં કરતા ડૉકટરે તેમને તમાચો મારી જવાબ આપ્યો હતો. જો કે હોબાળો થતાં તેમણે ડોકટરની માફી માંગી અને જતા-જતા આને હું નહીં છોડું તેવું બોલ્યા હતા.

  પોળના કોરોના પોઝિટિવ દર્દીને મળવા માટે નશામાં ધૂત ભૂષણ ભટ્ટ SVP હોસ્પિટલમાં પહોંચ્યા હતા. લેડી ડૉકટરે કોરોના દર્દીને મળવા ના દેતા ઉશ્કેરાયેલા નેતાએ લેડી ડૉકટરને અપશબ્દો બોલી હોબાળો કર્યો હતો.

ભૂષણ ભટ્ટે અંગે ખાડિયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી જણાવ્યું છે કે, મને બદનામ કરવાનું કાવતરું થયું છે. પ્રકારના મેસેજ અંગે તપાસ થવી જોઈએ હું દોષી હોઉ તો મને સજા થાય. મામલે ત્વરિત તપાસ કરી કાર્યવાહી થવી જોઈએ.

અંગે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે જણાવ્યું હતું કે, SVP હોસ્પિટલમાં હું ગયો નથી. મને બદનામ કરવા મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે. સાયબર સેલને પણ મે જાણ કરી મેસેજ સેન્ડ કર્યો છે. મેસેજ વાયરલ કરનારને ઝડપી લેવા અને ત્વરીત તપાસ માટે ખાડીયા પોલીસમાં લેખિત અરજી આપી છે.

(11:42 pm IST)