Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાના દર્દીઓ રામભરોસે

પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા : કુટુંબીજનો પોતાના દર્દીઓનું ધ્યાન રાખે એમ ડોક્ટરોએ કહ્યાનો આક્ષેપ પરિવારજનોએ વીડિયો થકી વાયરલ કર્યો

અમદાવાદ, તા. : ગુજરાતમાં અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે આવી પરિસ્થિતિમાં જ્યારે કોઇ દર્દી સાથે તેમના સંબંધીને સાથે રાખવાની ફરજ પાડવામાં આવે તો કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધી જશે. વાત સત્ય છે છતાં અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં હરિઓમ એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારને ફરજ પાડવામાં આવી કેતેઓ પોતાના દર્દી સાથે રહે અને તેમનું ધ્યાન રાખે સનસનીખેજ આક્ષેપ પરિવારજનોએ વીડિયો મારફતે કર્યો છે વાત છે ૫૭ વર્ષના પ્રવીણભાઈ દરજીની જેમને ૧૫મી મેના રોજ ગળામાં દુખાવો થતાં ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટ પોઝિટિવ આવતા તેમણે અમદાવાદની સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા.

          ૧૫મીથી ૩૦મી સુધી પરિવારજનોને દર્દી પ્રવીણભાઈ દરજી સાથે રોકાવા માટેની ફરજ પાડવામાં આવી હોવાનો  પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ જણાવ્યું કે, માત્ર તેઓ પરંતુ તેમની આસપાસના તમામ બેડ ઉપર કોરોના વાયરસ દર્દીના પરિવારજનો પણ હાજર હતા. અંગે પરિવાર પાસે લખાવી પણ લેવામાં આવ્યું હતું કે, જો તેઓ હાજર નહીં રહે તો તેમના દર્દીની જવાબદારી હોસ્પિટલ તંત્ર સ્વીકારવા તૈયાર નથી. મૃતક પ્રવીણ દરજીના પુત્ર હિતેશભાઈનું કહેવું છે કે, તેઓ પાંચ દિવસ હોસ્પિટલમાં પિતા સાથે રોકાયા હતા એટલું નહીં તેમને ઘરનું ભોજન પણ તેઓ આપતા હતા. કારણ કે હૉસ્પિટલમાં જે ભોજન મળતું હતું તે હલકી કક્ષાનું હતું. સાથે તેમણે પણ કહ્યું કે, કોઈ પણ પ્રકારની પીપીઇ કીટ વગર તેવો હોસ્પિટલમાં દર્દી સાથે રહેતા હતા. હોસ્પિટલ તંત્ર તેને ફરજ પાડતું હતું કે, તેમણે દર્દી સાથે રોકાવું પડશે એટલું નહીં. હિતેશભાઈ પણ આક્ષેપ કર્યો છે કે, પિતાને વારંવાર માસ્ક નિકળી જતું હતું તે માટે તેનું ફીટીંગ કરવાનું પણ તેમને કહેવામાં આવતું હતું.

મોત બાદ તંત્રની બેદરકારી

અમદાવાદ, તા. : ૩૦મી મેના રોજ ૫૭ વર્ષના પ્રવીણભાઈ દરજી ને કોઈપણ બીમારી હોવા છતાં તેમનું અચાનક મૃત્યુ થઈ ગયું. અંગે પ્રવીણ દરજીના પુત્ર હિતેશભાઈ જ્યારે વોચમેનનો સંપર્ક કર્યો ત્યારે, વોચમેનને પિતાના મૃત્યુ અંગે જાણ કરી. તેઓ હૉસ્પિટલ પહોંચતા તેમને શંકા થઇ કે, પિતાના મૃત્યુનો સમય કંઈક અલગ હોવો જોઈએ. કારણ કે પિતાના મોમા ઓક્સિજનની નળી કાઢવામાં આવી નહોતી  જેને કારણે નળી ફીટ પણ થઇ ગઇ હતી. એટલું નહિ મૃતદેહનું વજન ખૂબ વધારે વધી ગયું હતું, જેથી પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે, મોતનો સમય તો ખોટો છે પરંતુ જ્યારે તેઓ પોતાના સ્વજન પાસે પહોંચ્યા ત્યારે વોર્ડ બોયે તેમને મૃતદેહને પ્લાસ્ટિકથી લપેટવા માટે મદદ કરવા માટે કહ્યું હતું.

સોલા સિવિલના નિયમો બનાવ્યા હોવાની વાત..

અમદાવાદ, તા. : પરિવારજનોના આક્ષેપ બાદ જ્યારે સુપ્રિન્ટેન્ડેન્ટ પીના સોનીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, કોઈપણ પરિવારજનને વોર્ડમાં જવા દેવામાં નથી આવતા.વિડીયો અંગે વાત કરી ત્યારે તેમણે તપાસના આદેશ આપ્યા હોવાનું પણ જણાવ્યું . પહેલા તેઓ માનવા પણ તૈયાર નહોતા કે હૉસ્પિટલમાં આવુ કંઇક થાય છે. તેમણે કહ્યું કે, બેદરકારી સર્જાઇ હશે તો તેઓ આર.એમ. સાથે વાત કરીને ચોક્કસથી પગલાં લેશે. તેમણે અંગે કોઈપણ પ્રકારની જાણ હોવાનું પણ જણાવ્યું હતું. આવી પરિસ્થિતિમાં હવે સવાલ થાય છે કે, જો મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ હોસ્પિટલના તંત્ર અંગે અજાણ હોય તો તેઓ દર્દીની સારવાર કેવી રીતે શક્ય બનશે.

(10:17 pm IST)