Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ગુજરાતમાં સોનાની આયાતમાં ધરખમ ઉછાળો

એપ્રિલમાં 1,9 મેટ્રિક ટનની તુલનાએ મેં માસમાં આયાતર 6,9 મેટ્રીકે ટને પહોંચી

અમદાવાદ એર કાર્ગો કોમ્પલેક્સના આંકડા મુજબ એપ્રિલના 1.9 મેટ્રિક ટન સોનાની આયાતની તુલનાએ મેં મહિનામાં 6.9 મેટ્રિક ટન સોનાની આયાત થઇ છે આમ માસિક દ્રષ્ટિએ સોનાની આયાત 263 ટકાનો જબરો ઉછાળો થયો છે.

  માર્કેટના તજ્જ્ઞોનું માનવું છે કે લગ્નસરાની તૈયારીઓને પગલે સોનાની માંગમાં આ વધારો નોંધાયો છે પરંતુ, હાલ સોનાની આયત ઉંચી રહેવું એ પણ આશ્ચર્ય પમાડે તેવું છે અને આગામી સીઝન સમયે ગોલ્ડની માંગ ઓછી રહેવાની પણ આશંકા છે.

એનાલિસ્ટોના મતે જ્વેલર્સ દ્વારા સ્ટોક વધારવાને કારણે પણ આ ઈમ્પોર્ટ વધ્યું હોઈ શકે છે.

(9:39 pm IST)