Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

રવિવારે અમદાવાદમાં મીની મેરેથોન : પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જાગૃતિ લાવવાનો ધ્યેય

અમદાવાદ : વિશ્વભરમાં પાંચમી જૂનને પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે પ જૂનએ  વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં ભારત યજમાન દેશ બન્યું છે. ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે કાલે અમદાવાદમાં મીની મેરેથોનનું આયોજન કરાયું છે. જેમાં પ્લાસ્ટિક વપરાશમાં ઘટાડો, પુન:વપરાશ અને રીસાઇકલ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે.

  ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગીર ફાઉન્ડેશન, જી.ઇ.સી. અને સી.આઇ.આઇ. દ્વારા યોજાનાર આ મેરેથોન અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ, ટી.વી.ટાવર પાછળ, એન.એફ.ડી. સર્કલ પાસે, સારથી પાર્ટી પ્લોટ સામે, બોડકદેવ, અમદાવાદ ખાતે યોજાશે. જેનો રૂટ ૨.૫ કિ.મી.નો રહેશે. આ મેરેથોનમાં ૧૨ વર્ષથી ઉપરની વ્યક્તિઓ ભાગ લઇ શકશે. આ મેરેથોનમાં જોડાવા માટે www.lssports.in/mm વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જે નિશુલ્ક છે. મેરેથોન સવારે ૬.૧૫ કલાકે શરૂ થશે. ભાગ લેનાર યુવાનોએ સવારે ૫.૩૦ કલાકે સ્થળ પર પહોંચવાનું રહેશે.

(9:02 pm IST)