Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ગાંધીનગર સ્ટેટ ટ્રાફિકના આર,ડી જાડેજા, પાલીતાણાના પિયુષ પિરોજીયા અને રાજકોટ રેલવેના બી,એસ,જાદવ સહીત રાજ્યના ત્રણ ડીવાયએસપીની અચાનક બદલીઓ

રાજકોટના રેલવેના નવા વિભાગીય પોલીસ અધિકારી તરીકે પિયુષ પિરોજીયા મુકાયા

રાજકોટ :રાજ્ય પોલીસ તંત્રમાં તમામ લેવલે ફેરફારો તોળાઈ રહ્યાંની ચર્ચા વચ્ચે ગૃહ ખાતા દ્વારા ડીવાયએસપી કક્ષાના ફક્ત ત્રણ હુકમો કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે

જેઓના હુકમો થયા છે તેમાં ગાંધીનગર સ્ટેટ ટ્રાફિકના આર,ડી જાડેજા, પાલીતાણાના પિયુષ પિરોજીયા અને રાજકોટ રેલવેના બી,એસ,જાદવ સહીત રાજ્યના ત્રણ ડીવાયએસપીની અચાનક બદલીઓ કરાઈ છે રાજકોટના રેલવેના નવા વિભાગીય પોલીસ અધિકારી તરીકે પિયુષ પિરોજીયા મુકાયા જયારે ગાંધીનગર સ્ટેટના આર,ડી,જાડેજા વિભાગીય પોલીસ અધિકારી તરીકે પાલીતાણા મુકાયા છે જયારે રાજકોટ રેલવેના વિભાગીય પોલીસ અધિકારી બી,એસ,જાદવને નાયબ પોલીસ અધિક્ષક એસ,સી,એસટી સેલમાં મુકવામાં આવ્યા છે.

 

(8:42 pm IST)