Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

હાલોલમાં બુ મુસ્લિમ જૂથો વચ્‍ચે અથડામણઃ તોફાની ટોળાએ પોલીસ પાર્ટી પર પથ્થરમારો કરી ગાડીઓના કાચ ફોડી નાખતા તંગદિલી

અમદાવાદઃ હાલોલની પાવાગઢ રોડ પર આવેલી મુસ્લિમ વસાહતમાં રહેતા લોકો વચ્ચે ગઇ રાત્રે ૧ર વાગ્યે અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ જોતજોતામાં જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાબડતોબ પહોંચી જઇ પરિસ્થિતિ‌ પર અંકુશ મેળવવા બળનો ઉપયોગ કરતા ઝઘડી રહેલા બંને જૂથોએ એક થઇ પોલીસપાર્ટી પર જોરદાર પથ્થરમારો કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી અને એક તબકકે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઇ હતી.

તોફાને ચડેલા ટોળાંએ એએસપીની કાર સહિત ચાર વાહનો પર જોરદાર પથ્થરમારો કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પથ્થરમારાની આ ઘટનામાં પોલીસ જવાનો સહિત સાત થી આઠ વ્યક્તિને ઇજા પહોંચી હતી.

પોલીસે ભારે જહેમત બાદ વહેલી સવારે મામલો થાળે પાડી પાવાગઢ રોડ પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દઇ પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું. આમ છતાં રાતભર પરિસ્થિતિ તંગદિલીભરી રહી હોવાનું જાણવા મળે છે. પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે.

(6:12 pm IST)