Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

વડોદરાના પૂર્વ વિસ્તારમાં રાત્રીના સમયે કિશોરીની છેડતી થતા અરેરાટી

વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રાત્રે સૂતી કિશોરીના શર્ટના બટન ખોલીને પેટ પર હાથ ફેરવતા યુવકને લોકોએ ઝડપી પાડીને પાણીગેટ પોલીસને સોંપી દીધો હતો. બનાવની વિગત એવી છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની કિશોરી ગતરાત્રે પરિવાર  મકાનની બહાર સૂઇ ગઇ હતી. રાત્રે એક વાગ્યે કિશોરી એકદમ ચીસ પાડીને ઉઠી ગઇ હતી. જેથી કિશોરીના પરિવારજનો પણ જાગી ગયા હતા. તેમને જોયુ તો કિશોરીની પથારી પાસેથી એક વ્યક્તિ ભાગીને નજીકના એક ખાટલા નીચે સંતાઇ ગયો હતો. જેથી લોકોએ તેને બહાર કાઢીને ઝડપી લીધો હતો. આરોપી ગાજરાવાડી વિસ્તારના ચંદ્રપ્રભાનગર વુડાના મકાનમાં રહેતો કલ્પેશ મનોજભાઇ હતો. કિશોરીને પૂછતા તેને જણાવ્યું હતું કે, હું ઉઘતી હતી ત્યારે આ યુવક મારી પથારી પાસે આવ્યો હતો અને મારા  શર્ટના બટન ખોલીને પેટ પર હાથ ફેરવ્યો હતો જેથી હું ગભરાઇ જતા ચીસ પાડી હતી. પકડાયેલા આરોપીને પાણીગેટ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો
 

(4:21 pm IST)