Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ભરૂચ-અંકલેશ્વરમાં છોકરીઓને સારા કપડાં પહેરાવી ભીખ મંગાવતી ગેંગ વિષે ટોક ઓફ ધ ટાઉન

ભરૂચ : ભરૂચ-અંકલેશ્વરના મુખ્ય માર્ગો, શાળા-કોલેજ સહીત પબ્લીક પોઇન્ટ ઉપર ફાંકડી વાકા છટાથી અંગ્રેજી, હિન્દી બોલી કોઇ ભળતી સંસ્થાના નામે ભીખ, ડોનેશન માંગી, રૃપિયા ઉઘરાવી તેમજ નાની વયની બાળાઓ પાસે ગોરખધંધા પણ કરાવાતા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. મળતી વિગત અનુસાર ભરૃચ-અંકલેશ્વરમાં અપટુડેટ કપડા અને મેકઅપ સાથે પોતાની ફાંકડી વાકા છટાથી ફલ્યુઅન્ટ અંગ્રેજી તેમજ હિન્દી ભાષાનો પ્રયોગ કરી લોકો પાસે ભીખ માંગતી ટોળકી લાંબા સમયથી સક્રિય હોવાની અને ડોકટર નેશનલ જેવી ભળતી કંપનીઓના નામે રીતસર ભીખ માંગી ડોનેશનના નાણાં ઉઘરાવતી ગેંગની ૬ જેટલી છોકરી ભરૃચના બાયપાસ વિસ્તારમાં ફરતી દેખાતા સ્થાનિકોએ તેમને પકડી ભરૃચ બી-ડીવીઝન પોલીસને હવાલે કરી હતી. જો કે પોલીસે ઝડપાયેલ ૬ છોકરીઓની પ્રાથમિક પુછપરછ બાદ તપાસ આરંભી તેમની સામે ફરિયાદ દાખલ કરી કે કેમ તે હજી સ્પષ્ટ થવા પામ્યું નથી. પરંતુ આ બાળાઓને અપાયેલ વિશિષ્ટ ટ્રેનીંગ અન્વયે પોલીસે પણ વધુ કસરત કરવી પડે તેમ લાગી રહ્યુ છે. આ બાળાઓ રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશની હોવાનું અને દારૃણ ગરીબીના કારણે આ ગોરખધંધામાં જોતરાયાનું ઝડપાયેલી બાળાઓ સાથેની વાતચીત દરમિયાન બહાર આવ્યું છે.
 

(4:21 pm IST)