Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

પ્રાતિંજના ધડકણમાં બે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારતા અરેરાટી

પ્રાંતિજ:ના ધડકણમાં બે યુવતીઓનાં ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી હતી અને બંનેને મજરા બોલાવી લકઝરી બસમાં ભગાડી જઇ બળાત્કાર કરતાં છ વિરૃધ્ધ પ્રાંતિજ પોલિસ સ્ટેશનમાં સગીરા દ્વારા ફરિયાદ નોંધાવી છે. પ્રાંતિજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓ તરીકે (૧) ધડકણના હર્ષ ભીખાભાઈ પટેલ તથા (૨) ગાંધીનગર જિલ્લાના શાહપુર ગામના નિલેશ ઉર્ફે નીલકંઠ મહેશભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં એવી રજુઆત કરવામાં આવી છે કે એક સગીર વયની કિશોરી તથા એક પુખ્તવયની યુવતીના ફોટા પાડીને તેમને બદનામ કરવાની ધમકીઓ આપીને મજરા ગામે બોલાવી હતી. જ્યાંથી લકઝરી બસમાં બેસાડીને સુરત લઇ જવામાં આવી હતી. છેલ્લાં ત્રણેક મહિન દરમ્યાન બન્નેને જુદી જુદી જગ્યાએ લઇ જિને તેમની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

મહેમદાવાદના વરસોલામાં એસ્ટેટના ગોડાઉનમાંથી લાખોની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા અરેરાટી

ખેડા:જીલ્લામાં વિદેશી દારૃના વેચાણનું હબ ગણાતા મહેમદાવાદ પંથકના  વરસોલા પાસે આવેલ ઇન્ડસ્ટ્રીજના ગોડાઉનમાંથી લાખો રૃપિયાનો વિદેશી દારૃ મળી આવ્યો છે. ડીજીપી ગાંધીનગરની સ્ક્વોર્ડે દરોડો પાડી ગોડાઉનમાં મૂકેલ ૪૭૧ પેટીઓ કિંમત રૃા.૨૦ લાખનો વિદેશી દારૃ  જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી છે. આ બનાવમાં પાંચ બુટલેગરો દારૃનું કટીંગ કરતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે ત્રણ  ઈસમો ત્યાંથી પલાયન થઈ ગયા હતા. પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. મહેમદાવાદ પંથકના નડિયાદ રોડ ઉપર આવેલ વરસોલા પાટીયા પાસે મારૃતી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક એસ્ટેટ આવેલ છે. આ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં બેથી ત્રણ જુદી જુદી કંપનીઓ આવેલી છે. જ્યારે આ ઈન્ડસ્ટ્રીયલના અન્ય જગ્યા ઉપર ગોડાઉન આવેલા છે. જે પૈકી સેડ નં.૧૬ના ગોડાઉનમાં કેટલાક બુટલેગરો ભેગા મળી મોટા પાયે  બહારથી વિદેશી દારૃનો જથ્થો લાવી આ ગોડાઉનમાં સંતાડતા હતા. અને ત્યારબાદ  ત્યાંથી અન્ય જગ્યા ઉપર આ દારૃ લઈ જવાતો  હોવાની બાતમી  ડીજીપી સ્ક્વોર્ડ ગાંધીનગરને મળી હતી. આથી ડીજીપીની સ્ક્વોર્ડે શુક્રવારે સવારે સાત વાગ્યાની આસપાસ ઉપરોક્ત ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં જઈ ગોડાઉન પર દરોડો પાડતા વ્યાપક પ્રમાણ વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ ખુદ જોઈને છક થઈ ગઈ હતી. પોલીસે ગણતરી હાથ ધરતા કુલ ૪૭૧ પેટીઓમાં બોટલ નંગ ૪,૯૩૬ તથા બિયરટીન નંગ ૧૬ કિંમત રૃા.૨૦, ૨૦, ૬૩૦/- નો દારૃ તથા બે વાહનો એક પીકઅપ ડાલુ અને એક મારૃતી ફ્રન્ટી ગાડી મળી આવી હતી. આ બનાવમાં ત્યાં દારૃનું કટીંગ કરતા છ બુટલેગરોને પોલીસે ઝડપી લીધા હતા.
 

(4:21 pm IST)