Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

નડિયાદમાં બાઈકની હડફેટે મહિલાને ગંભીર ઇજા

નડિયાદ:ખાતે સંતરામ રોડ પર આવેલ ટાવર સામેથી ગત તારીખ ૩૦ મેના રોજ નડિયાદમાં રહેતા નિલાબેન હિતેષભાઈ પટેલ પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન મોટરસાઈકલ નં જીજે ૦૭ બીપી ૬૦૬૧ના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવતા સ્ટેયરીંય પરનો કાબૂ ગુમાવી બેસતા માર્ગ પરથી પસાર થઈ રહેલ નિલાબેનને ટક્કર વાગવાથી નિલાબેન નીચે પડી ગયા હતાં. જેથી તેઓને પગના ભાગે ઈજા થઈ હતી. જેથી સારાવાર માટે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

આ બનાવ અંગે નિલાબેન હિતેષભાઈ પટેલની ફરિયાદને કારણે નડિયાદ ટાઉન પોલીસે મોટરસાઈકલ ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(4:20 pm IST)