Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

RTE પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ, ૩૦ હજાર વિદ્યાર્થીઓને નિઃશૂલ્ક પ્રવેશ મળશે

અમદાવાદ, તા.૨:  રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ મળી રહે તે માટે  RTE સુવિધા આપવામાં આવી છે. જેને લઇને આજથી ય્વ્ચ્ પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. આ રાઉન્ડમાં ૩૦ હજાર વિદ્યાર્થીઓને નિઃશૂલ્ક પ્રવેશ આપવામાં આવશે.

મહત્વનુ છે કે, સરકાર દ્વારા RTE હેઠળ ૧ લાખ ૫૦ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં ૮૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યા હતા. જોકે પ્રથમ રાઉન્ડમાં દ્યણી સ્કૂલોની મનમાની પણ સામે આવી હતી.

જેને લઇને અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત પણ રહ્યા હતા. સત્વ વિકાસ સ્કૂલ, રચના સ્કૂલ અને એરપોર્ટ સ્કૂલ દ્વારા RTE હેઠળ પ્રવેશ આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. જયારે બીજી તરફ જે સ્કૂલો દ્વારા RTEહેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે. તેમાં ઓઢવની બ્રાઈટ અંગ્રેજી માધ્યમ સ્કૂલ, સરખેજની ઈન્ટરનેશનલ પબ્લીક સ્કૂલ, સરદારનગરની ડો સી.જી સ્કૂલ, બ્રાઈટ ઈંગ્લીશ સ્કૂલ અને નિકોલની દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એડમિશન આપીને વિદ્યાર્થીઓ પાસેથી બેફામ ફી પણ વસુલવામાં આવે છે.

(12:06 pm IST)