Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ગાંધીધામના ગળપાદરમાં ટેન્કરે ઠોકરે ચડાવતા આઠ વર્ષના બાળકનું મોત : બે ને ઇજા

કચ્છના ગાંધીધામના ગળપાદર એરપોર્ટ પર એક ટેન્કર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધું હતુ. જેમાં બાઈક પર સવારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે 8 વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું.ઈજાગ્રસ્તે બંને વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો.

  સમગ્ર મામલે પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ ફરાર ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તેને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે.

(10:41 am IST)