Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

અમદાવાદમાં ગરમીમાં આંશિક રાહત : પારો ૪૨.૨ ડિગ્રી

સવારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું: તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં બપોરે લોકોને પરેશાની

અમદાવાદ, તા.૧: ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી વચ્ચે હવે તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે. સવારના સમયમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સવારમાં વરસાદી માહોલ દેખાય છે જેના લીધે ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા છે. જો કે, બપોરના ગાળામાં હજુ પણ લોકોને રાહત મળી નથી. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૨ ડિગ્રી રહ્યું હતું. સૌથી વધુ તાપમાન આજે પણ સુરેન્દ્રનગરમાં જ ૪૩.૩ ડિગ્રી રહ્યું હતું.  આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગો અને ઉત્તરગુજરાતમાં પારો ૪૦થી ૪૪ ડિગ્રી વચ્ચે રહી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૨ ડિગ્રી રહ્યું હતું. તમામ જગ્યાએ ગરમીનું પ્રમાણમાં યથાવત રહ્યું છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૩.૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે.  અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો હોવા છતાં લોકો બિનજરૂરીરીતે ઘરની બહાર નિકળ્યા ન હતા પરંતુ ઘરમાં પણ લોકોને તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. જ્યારે બીજી બાજુ રસ્તાઓ ગરમીના કારણે સુમસામ રહ્યા હતા. લોકોની ચામડી દાઝી જવા જેવો અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. વધતી ગરમી વચ્ચે મે મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ સપાટો બોલાવ્યો છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે રોગચાળાએ પણ સકંજો મજબૂત બનાવ્યો છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં બપોરના ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

ગરમીના કારણે ઈન્ફેકશનની શક્યતા પણ દેખાઈ રહી છે. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૨૬ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના૧૦૪૭ કેસ સપાટી ઉપરઆવ્યા છે જ્યારે કમળાના ૨૬ દિવસમાં ૨૫૩ અને ટાઇફોઇડના ૨૯૭ કેસ સપાટી ઉપર આવ્યા છે.  બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૨૬ દિવસના ગાળામાં ૩૭૫ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. મે ૨૦૧૭ દરમિયાન લીધેલા ૬૪૨૧૭ લોહીના નમૂના સામે ૨૬મી મે ૨૦૧૮ સુધીમાં ૬૯૪૩૧ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે.

(9:51 pm IST)