Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ભાજપ-કોંગ્રેસ વચ્ચે વિજાપુરના ગામડાઓનો વિકાસ રૂંધાયો :ફાળવાયેલી 37.50 લાખની ગ્રાન્ટ રોકી દેવાઈ

રેલી યોજી ગામડાઓના સરપંચો દ્વારા વિજાપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

 

મહેસાણા જિલ્લામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે વિજાપુર પંથકના ગામડાઓનો વિકાસ રૂંધાયો છે જિલ્લામાં સ્થાનિક સરકારી સંસ્થાઓમાં કોંગ્રેસનું શાસન છે જ્યારે રાજ્યમાં સરકાર ભાજપની છે ત્યારે સ્થાનિક સ્વરાજમાં સરપંચો ગામના વિકાસ માટે લાચારી અનુભવતા વિજાપુરમાં રેલી યોજી આવેદનપત્ર અપાયું હતું

   મહેસાણામાં જિલ્લા સરપંચ એસો, દ્વારા તાજેતરમાં સરકારે સરપંચોની સત્તા પર તરાપ મારી હોય તેવા આક્ષેપો કરાયા છે ત્યારે આજે ગામડાઓનો વિકાસ રૂંધાતો હોવાનો વધુ એક મુદ્દો વિજાપુરના સરપંચો દ્વારા રજૂ કરવામાં આવ્યો છે વિજાપુરમાં પ્રાંત અધિકારી ગામડાઓના વિકાસ કાર્યો માટે 37.50 લાખ ની ગ્રાન્ટ ફાળવણી કરી હતી, પરંતુ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ નું શાસન હોઈ પ્રાંતની ગ્રાન્ટ ભાજપના લોકો દ્વારા અધિકારીની બદલી થતા ચાર્જમાં આવેલા અધિકારી સાથે મળી રોકી લઈ વહીવટી મનજુરીઓ આપતા ગામડાઓના સરપંચો પીસાયા છે

 વિજાપુરના જાહેર માર્ગો પર રેલી યોજી ગામડાઓના સરપંચો દ્વારા વિજાપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો મંજૂરી નહિ મળે તો માટે વધુ લડત અપાવની તૈયારીઓ બતાવાઈ છે.

  મહેસાણા જિલ્લાનું સરપંચ એસોસીએશન સત્તા અને વિપક્ષથી પરેશાન જોવા મળી રહ્યું છે.આજે સરપંચ એસોશિયન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતુ અને ગ્રાંટ મંજૂર કરવામાં આવે તેવી માગ કરી હતી. જો ગ્રાંટ મંજૂર કરવામાં નહીં આવે તો, સરપંચ એસોસિયેશન દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

  તા.પં. પ્રમુખ વિજાપુર વિજય ભાઈ પટેલે જણાવ્યું કે, વિજાપુર મામાલતદારને આજે રેલી યોજી આવેદનપત્ર આપ્યું છે, પ્રાંત અધિકારીએ પ્રાંતકક્ષાની ગ્રાન્ટમાંથી 37.50 લાખની ગ્રાન્ટ વિજાપુરના ગામોને ફાળવી હતી ત્યારે રાજકારણની આંટી ઘૂંટીમાં પ્રાંત અધિકારીની બદલી થતા ઇન્ચાર્જ પાસે પ્રાંત દ્વારા રજુઆતો પર ધ્યાન અપાતા વહિતી મંજરી અપાઈ આમ વિકાસ કર્યો રોકવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરાયો છે જે ખોટી રીતે કરાયો છે માટે હું આપના માધ્યમથી ભાજપના ધરાસભય અને વહીવટી વિભાગને અપીલ કરું છું કે ગામડાઓના કર્યોમાં અડચણ ઉભી કરી કામોને મંજૂરી આપો.

  વિજાપુર તાલુકાના ગામડાઓને પ્રાંત કક્ષાએથી ફાળવવામાં આવેલી ગ્રાન્ટને કામો કરવા મંજૂરી મળતી હોઇ સરપંચોની રજૂઆતને ધ્યાને લઇ વિજાપુર મામલતદારે આવેદનપત્ર થકી કરવામાં આવેલી રજુઆતને કલેકટરને મોકલી આપી સરકારમાં રજુઆત કરવામાં આવી છે.

  વિજાપુર મામલતદાર B B પટેલે જણાવ્યું કે, ગ્રાન્ટ બાબતે કામોને મંજૂરી આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે કલેકટર થકી સરકારમાં મોકલી યોગ્ય પગલાં લેવાશે.

(12:09 am IST)