Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

બોરસદમાં પોલીસને બાતમી આપતો હોવાનો વ્હેમ રાખી યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ

બોરસદ: શહેરમાં રહેતા એક યુવકનું ગઈકાલે બપોરના સુમારે પોલીસમાં બાતમીઓ આપતો હોવાનો વહેમ રાખીને બે શખ્સોએ કવોલીસ કારમાં અપહરણ કરીને વ્હેરા ગામની સીમમાં લઈ જઈને પાંચ વ્યક્તિઓ સાથે ભેગા મળીને લાકડાના ડંડાથી ઢોર માર મારીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને પાંચેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદની પાલવ સીમમાં રહેતા રમેશભાઈ ઉર્ફએ કાભઈભાઈ ગોવિંદભાઈ ચૌહાણને ગઈકાલે બપોરના સુમારે ફોન કરીને બોરસદ-તારાપુર રોડ ઉપર આવેલી માના આર્શીવાદ હોટલ ધરાવતા હિરેનભાઈ ઉર્ફે ધામણો રણછોડભાઈ પટેલે બોલાવ્યો હતો. જેથી બે વાગ્યાના સુમારે રમેશભાઈ ત્યાં જતાં જ હિરેન ઉર્ફે ધામણાએ જણાવ્યું હતું કે, તુ મારી બાતમી એલસીબી અને અન્ય પોલીસને કેમ આપે છે ? જેથી રમેશભાઈએ હું કોઈને બાતમી આપતો નથી તેમ જણાવતાં જ હિરેન અને તેની સાથેનો શખ્સ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને રમેશભાઈને જબરજસ્તીથી ક્વોલીસ કારમાં ઊંચકીને નાંખી વ્હેરા ગામની સીમમાં આવેલા ડી. કે. પાર્ટની પાછળ લઈ ગયા હતા. 

(5:27 pm IST)