Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

સુરત જિલ્લામાં પોલીસે બાતમીના આધારે ત્રણ રીઢા આરોપીને અંકલેશ્વર નજીકથી ઝડપ્યા

સુરત:જિલ્લામાં ર૬ જેટલા ઘરફોડ ચોરી કરનારા ત્રણ શખ્સોને એલસીબી અને એસઓજડીની સંયુક્ત ટીમે દબોચી લીધા હતા. સુરત જિલ્લા ઉપરાંત બોરસદ અને અંકલેશ્વર ખાતે મળી કુલ ૩૦ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પકડાયેલા શખ્સો પાસેથી ૪૦.પ તોલા સોનું રૂ.૧ર.૧૬ લાખ, બે કિલો ચાંદી રૂ.૭૮૫૬૫ અને ર૭ મોબાઈલ ફોન રૂ.ર,૩૦,પ૦૦૦ અને ઈન્ડીકા ગાડી મળી કુલ રૂ.૧૬,૭૫,૦૬૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત જિલ્લા એસઓજી એલસીબી કચેરી ખાતે સુરત રેંજ આઈજી ડો.રાજકુમાર પાંડીયને મીડિયા સમક્ષ જણાવ્યું કે ઘરફોડ ચોરીનાં ગુનાઓ વધતા જતા પીએસઆઈ પી.એન.ઝીંઝુવાડીયા અને જે.એસ.કંડોરીયાની ટીમે સીસીટીવી કેમેરાની તસ્વીરો અને મોબાઈલ ટાવર ડીટેઈલ આધારે વર્ક આઉટ શરૂ કર્યુ હતું. જેમાં કેટલાક શંકાસ્પદ મોબાઈલ નંબરનાં આધારે તપાસ કરતા મળેલી બાતમીનાં આધારે નનસાડથી કામરેજ જતા રોડ પર નાકાબંધી કરી ટાટા ઈન્ડીકા (નં.જીજે-૧૯-એમ-૦૧૦૬)ને અટકાવી તેમાં બેઠેલા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

(5:23 pm IST)