Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

અરવલ્લી જીલ્લો તાપમાન અંગે ગુગલને સહારે!! હવામાન કચેરી માટે વલખાં

મોડાસાઃ ગરમીની સીઝનમાં જયારે પણ રાજયનું હવામાન ખાતુ કોઇપણ પ્રકારનું એલર્ટ જાહેર કરે છે ત્યારે પ્રજા કયુ એલર્ટ કોના આધારે જાહેર થયું તે સમજવા ગોથા ખાય છેે. તાપમાનનો પારો ૪૧ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહે છે ત્યારે કેટલુ તાપમાન છે તે જાણવા લોકો તો ઠીક અધિકારીઓ પણ ઇન્ટરનેટના માધ્યમ ઉપર  મદાર રાખે છે. છતા તંત્રને હવામાન વિભાગની કચેરી લાવવામાં રસ જણાતો ન હોય તેવુ લાગે છે.

(3:27 pm IST)