Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

લીગલ સર્વિસને જીએસટીમાંથી મુક્તિ આપવા હાઇકોર્ટમાં અરજી :

કેન્દ્ર અને GST કાઉન્સિલને નોટિસ ફટકારાઇ :21મી જૂને સુનાવણી

અમદાવાદ :વકીલોની આવક પર લેવાતી ઇનપુટ ટેકસ ક્રેડિટ પર રોક લગાવતી જોગવાઇ હટાવી લેવા અને લીગલ સર્વિસને જીએસટીમાંથી મુકિત આપવા હાઇકૉર્ટમાં અરજી કરાઇ છે. સેન્ટ્રલ ગુડઝ એન્ડ ર્સિવસિઝ ટેકસ એકટ,૨૦૧૭ અને ગુજરાત ગુડઝ એન્ડ સર્વિસીઝ ટેકસ એકટ,૨૦૧૭ની કલમ ૧૪,૧૯,૨૧ અને ૨૬૫ હેઠળ વકીલો પાસેથી લેવાતો જીએસટી ગેરબંધારણીય છે.

   અરજદાર વિશાલ દવેએ એવી રજુઆત કરી હતી કે જીએસટીની જોગવાઇ મુજબ વકીલોને બેવડો માર પડે છે. આ અંગે હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સિલને નોટિસ પાઠવી છે. જેની વધુ સુનાવણી ૨૧મી જુન પર મુલતવી રાખવામાં આવી છે.

તેમણે અરજીમાં એવી રજુઆત કરી છે કે તેઓ જીએસટી ભરે છે, પરતું તેમને જીએસટીમાં ઇનપુટ ટેકસ ક્રેડિટ મળતી નથી.જીએસટીના  માપદંડોમાં સીધા જ સમાવી લેવા અથવા ઇનપુટ ટેકસ ક્રેડિટ આપવા દાદ માંગી છે. ટેકસ ક્રેડિટ નહી મળતા વકીલો તેમના અધિકારોથી વંચિત રહે છે.

(10:39 pm IST)