Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ધંધુકાના પીપળી-ભોળાદ હાઇવે પર ટ્રક અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં ૨ ના મોત

અમદાવાદઃ અમદાવાદના ધંધુકાના પીપળી-ભોળાદ હાઈવે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામને 108 મારફતે તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અને આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની કાર્યવાહી હાથ ધરી છે.

(5:59 pm IST)