Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સુરતમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ અેરપોર્ટ જેવું રેલવે સ્ટેશન બનાવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં ગાંધીનગર પછી બીજુ અતિ આધુનિક રેલવે સ્‍ટેશન સુરતમાં બનાવવાની યોજના પર અમલ કરવાનું શરૂ કરવામાં આવશે.

આઈઆઈએસડીસી, સુરત નગર નિગમ અને ગુજરાત રાજ્ય પથ પરિવહન નિગમના સંયુક્ત ઉપક્રમ સિટકોએ સ્ટેશન પર મલ્ટી મોડલ પરિવહન કેન્દ્ર વિકસિત કરવા માટે રિકવેસ્ટ ફોર ક્વોલિફિકેશન (આરએફક્યૂ) અને રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) આમંત્રિત કરવામાં આવ્યાં છે.

તેમણે જણાવ્યું કે આ હબને લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત કરવામાં આવશે. આશા છે કે આ 2020 સુધી બની જશે.

આવું પહેલીવાર બનશે કે જેમાં કેન્દ્ર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ તંત્ર ત્રણેવ સાથે મળીને કામ કરશે. સ્ટેશનનો કુલ જમીની વિસ્તાર 3,19,700 ચોમીનો હશે અને બિલ્ટઅપ એરીઆ પ7,739 ચોમીનો હશે. 40,724 ચોમીના બિલ્ટઅપ એરીઆવાળા બસ ટર્મિનલ સાથેનું પરિવહન હબ બનશે. તે પાંચ રોડ અન્ડરબ્રિજ ધરાવતું હશે અને 900 વાહનોની પાર્કિંગસ્પેસ હશે.

નોંધનીય છે કે દેશના અન્ય બે વિશ્વ સ્તરીય રેલવે સ્ટેશન હબીબગંજ અને ગાંધીનગર આવતા વર્ષની શરૂવાતમાં તૈયાર થઇ જશે.

(5:58 pm IST)