Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

૨ થી ૩ કરોડના પ્લોટ અંગે ફરિયાદનું કોઇ નિરાકરણ ન થતા સુરતમાં પોલીસ કમિશનર કચેરીઅે વિજય સવાણીઅે ઝેરી દવા પી લીધી

સુરતઃ સુરતમાં કરોડો રૂપિયાના પ્લોટ અંગે ફરિયાદ કરવા છતાં પણ કોઇ નિરાકરણ ન થતા અેક યુવકે પોલીસ કમિશનર કચેરીઅે ઝેરી દવા પી લઇને આપઘાતનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઇ છે.

પુણા ગામ વિસ્તારમાં વિજય મંજીભાઈ સવાણી પરિવાર સાથે રહે છે. આજે વિજય પોલીસ કમિશનર કચેરી પહોંચ્યો હતો. અને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા યુવક આપઘાતના પ્રયાસ અંગે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વિજય રત્નકલાકાર અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. વજુ વીડિયો નામના બિલ્ડર સાથે 2થી 3 કરોડના પ્લોટ અંગે કંઈ માથાકૂટ ચાલતી હતી. દરમિયાન વિજયે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, કોઈ નિવારણ ન આવતા આજરોજ પોલીસ કમિશનર કચેરી ખાતે ઝેરી દવા ગટગટાવી હતી.

(5:57 pm IST)