Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ધાનેરા પોલીસે નેનોવા ચેકપોસ્ટ પરથી ચેકીંગ દરમિયાન ટ્રકમાંથી 25.58 લાખના દારૂના જથ્થા સાથે બેની અટકાયત કરી

ધાનેરા: ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ વાહન ચેકિંગ દરિમયાન વિદેશી દારૂ ભરેલી મંગળવારે ટ્રક સાથે બેને ઝડપી પાડ્યા છે.પોલીસે 25.58 લાખના મુદ્દા માલને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનિય છે કે સોમવારે વાસણ ત્રણ રસ્તા પાસેથી ટેન્કરમાંથી રૂ. 5.42 લાખનો વિદેશી દારૂ ઝડપ્યા બાદ મંગળવારે મોટો જથ્થો પકડવામાં સફળતા મળી છે. ધાનેરા પીઆઇ આર.કે.પાઠક અને પીએસઆઈ એન.સી.ચૌહાણે સ્ટાફના ધનરાજભાઈ, રમેશભાઈ,ઈશ્વરભાઈ, વિજયસિંહ, અરજણજી, અશોકભાઈ, દલરામભાઈતેમજ રાયસંગભાઈ સાથે નેનાવા ચેકપોસ્ટ પર બાતમીને આધારે મંગળવારે વોચ ગોઠવી રાજસ્થાન તરફથી આવતી ટ્રક નં- આર.જે.27 જીએ 8937ને ઉભી રખાવી તપાસ કરતાં ટ્રકમાંથી પરપ્રાંતિય દારુ મળી આવ્યો હતો.

(5:37 pm IST)