Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

તાપી નદીમાંથી યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા તપાસ શરૂ

સુરતઃ તાપી નદીના પાળા પર એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. કતારગામ વિસ્તારમાં તાપી નદીના પાળા પર એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે પોલીસે હત્યારાને પકડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

(5:37 pm IST)