Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ચાંદખેડામાં અગાઉ ડોક્ટર પત્નીને આપઘાત કરવા માટે મજબુર કરનાર પતિને કોર્ટે પાંચ વર્ષની સજાની સુનવણી કરી

ગાંધીનગર:શહેર નજીક આવેલા ચાંદખેડામાં આઠ વર્ષ અગાઉ તબીબ મહિલા દ્વારા ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં પતિ સહિત ચાર શખ્સો સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો હતો. જે કેસ ગાંધીનગર એડી.સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટેઆરોપી એવા તબીબ પતિને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે જ્યારેવૃધ્ધ સાસુને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ કેસ અંગે મળતી વિગતો પ્રમાણે અમદાવાદમાં રહેતાં દીલીપભાઈ દેવજીભાઈ પરમારની દીકરી દીપીકાના લગ્ન વર્ષ ૧૯૯૮માં ચાંદખેડામાં રહેતા નગીનભાઈ દેવચંદભાઈ પરમાર સાથે થયા હતા. આ લગ્ન જીવનથી તેમણે બે બાળકોને પણ જન્મ આપ્યો હતો. જો કે પતિ નગીનભાઈ સહિત સાસરીયાઓ દ્વારા દીપીકાબેનને ત્રાસ આપતો હતો. જેથી કંટાળીને તેમણે નવેમ્બર ર૦૧૦માં આપઘાત કરી લીધો હતો. આ સંદર્ભે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પતિ નગીનભાઈ સસરા દેવચંદભાઈ, નણંદ મીનાબેન અને સાસુ માણેકબેન સામે આપઘાતના દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ હતી.
 

(5:37 pm IST)