Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મહેમદાવાદ અને વસોમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટી ભર્યા મોત

ખેડા:જીલ્લાના મહેમદાવાદ અને વસો પંથકમાં બે માર્ગ અકસ્માતોના બનાવો નોંધાય છે. જેમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. આ અંગે હદ ધરાવતા પોલીસ મથકે ફેટલ અકસ્માતની નોંધ કરાઈ છે. પહેલા બનાવ મહેમદાવાદ પંથકમાં બન્યો છે. આ વિસ્તારના સુંઢા ગામની સીમમાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઈવે ઉપર ગત્ રાત્રે કોઈ અજાણ્યા વાહને એક શખ્સને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આ અજાણ્યા શખ્સનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.આ અંગે મહેમદાવાદ પોલીસે અજય ભુપતસિંહ પરમારની ફરિયાદના આધારે ફેટલ અકસ્માતની નોંધ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે મરનાર શખ્સ આશરે ૩૫થી ૪૦ વર્ષીય આશરાનો છે. અને તેની ઓળખ છતી કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
 

(5:35 pm IST)