Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કાંકરેજના કંબોઇ તળાવમાંથી માટી ચોરી કરતા શખ્સોને મામલતદારની ટીમે દબોચ્યા

કાંકરેજ:ના કંબોઈ ગામે દિયા તળાવમાંથી થતી ખનીજ ચોરી પર મામલતદારની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી માટી ચોરી ઝડપી કરોડોની રોયલ્ટી ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું. જ્યાંથી જેસીબી મશીન અને ત્રણ ડમ્પર મળી કુલ એક કરોડનો મુદ્દામાલ સીઝ કરી તપાસ હાથ ધરી હતી. શિહોરી મામલતદાર સજ્જનસિંહ ચૌહાણ અને સર્કલ ઓફિસર બી.એસ. સોલંકીની ટીમે આ રોયલ્ટી ચોરીનું કૌભાંડ ઝડપવાની કામગીરીથી રાજકીય ગરમાવો આવી ગયો છે. કાંકરેજ મામલતદારે અગાઉ પણ મોટા જામપુર ગામેથી માટી ચોરીનું કૌભાંડ ઝડપી દંડ ફટકાર્યો હતો. જ્યારે ગતરોજ કાંકરેજના કંબોઈ ગામે દિયા તળાવની માટી ચોરીનો પર્દાફાશ થતા રેલવે કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 

(5:35 pm IST)