Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મોડાસાના મધ્યભાગે આવેલ વાવ ગંદીકીથી ખદબદતા લોકોને હાલાકી

અરવલ્લી:જિલ્લાના વડામથક મોડાસાના મધ્યભાગે નાથ સંપ્રદાય સાથે સંકળાયેલી પ્રાચીન વણજારી વાવ આવેલ છે. પરંતુ ૧૫ મી સદીની અને ગૌરવશીલ વારસાનો મહત્વનો હિસ્સો ગણાતી આ વાવ તંત્ર વાંકે અસહ્ય ગંદકીથી ખદબદી રહી છે. આ પુરાતત્વ રક્ષિત વાવની રાજયના પૂર્વમંત્રીએ મુલાકાત લેતાં વાવની દુર્દશા જોઈ ભારે દુ:ખ વ્યકત કર્યુ હતું. ઉત્તર ગુજરાતમાં આવેલ દરેક વાવો સાથે દાનવીર એવા પરોપકારી લાખા વણજારાનું નામ જોડાયેલું છે. લોકમુખે લાખા વણજારાની વાવ તરીકે ઓળખાતી મોડાસાની વણજારી વાવ નાથસંપ્રદાય સાથે સંકળાયેલી છે.૧૫ મી સદીની આ વાવમાં સૃષ્ટીના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુજીની શેષશાઈ પ્રતિમા સાથે રામ પરિવાર, ભગવાન વરાહ, સપ્તર્ષિ, નાગનાથ સહિત નવનાથની અદભૂત પ્રતિમાઓ કંડારાયેલી છે. ગૌરવશીલ વારસો ઘણી આ વાવને તંત્ર એ રક્ષિત વાવ તો જાહેર કરી દીધી પરંતુ હાલ આ ઐતિહાસિક વાવમાં ફેલાયેલી અસહ્ય ગંદકીથી વાવ પાસેથી પસાર થતાં નાક બંધ કરવાનો વારો આવી રહ્યો છે. જળ સંચય અભિયાન અંતર્ગત મોડાસામાં માજુમ નદીના સ્વચ્છતા ઝુંબેશમાં ઉપસ્થિત પૂર્વ રાજયમંત્રી શંકરભાઈ ચૌધરીએ વાવની દુર્દશા જોઈ નારાજગી વ્યકિત કર્યો હતો.

 

(5:34 pm IST)