Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કપડવંજ ટાઉન પોલીસે બાતમીના આધારે 9 શખ્સોને જુગાર રમતા રંગે હાથે ઝડપ્યા

કપડવંજ:ટાઉન પોલીસે ગઈકાલે સાંજે મહંમદઅલી ચોક વિસ્તારમાં અજગર ઉર્ફે ગલા ઉસ્માનભાઈ કુરેશીના મકાનમાં જુગારનો દરોડો પાડ્યો હતો. આ રેઈડ દરમિયાન પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા જીતેન્દ્ર દેવજીભાઈ વાઘેલા, મોહસીન ભઠિયારા, સાદીકભાઈ સફીભાઈ, ફારૂકભાઈ ચૌહાણ, સાકીર ઉર્ફે એસકે યુસુફભાઈ શેખ, મુનાફ ઉર્ફે મુન્નો શેખ, રાકેશભાઈ પટેલ તથા હિતેશભાઈ જોષીને ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, દાવ ઉપરથી રોકડા રૂા. ૫૫૦, અંગ જડતીમાંથી રૂા. ૧૧,૨૫૦, મોબાઈલ નં-૪ કિંમત ૧૭૦૦ મળી કુલ રૂા. ૧૬,૭૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
 

(5:32 pm IST)