Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઠાસરા તાલુકાના બોરડીમાં બે પરિવારો વચ્ચે ધીંગાણું થતા મામલો બિચક્યો

ઠાસરા :તાલુકાના બોરડીમાં ગઈકાલે રાત્રે રાઠોડ પરિવારો વચ્ચે રસ્તા બાબતે ઝઘડો થયો હતો. તેમાં બંને પક્ષો સામ સામે આવી જતાં મામલો ઉગ્ર બન્યો હતો. આ બનાવ અંગે ડાકોર પોલીસ બંને પક્ષોના મળી કુલ ૩૭ ઈસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ બોરડીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ અમરસિહ રાઠોડ અને સોમાભાઈ જેણાભાઈ રાઠોડ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ધર્મેન્દ્રભાઈ રાઠોડ સંબંધી કિશનભાઈ ગઈકાલે રાત્રે રસ્તા પરથી જતા રહ્યાં ત્યારે ચંદુભાઈ જેણાભાઈ તથા અન્ય ઈસમોએ ગેરકાયદે મંડળી રચી, બોલાચાલી કરી કિશનને તારે અહીં થઈ જવાનું નથી. તું કેમ અહીં થઈ જાય છે.
કહીને ગાળો બોલી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.બનાવ અંગે ધર્મેન્દ્રભાઈ રાઠોડની ફરિયાદ આધારે ડાકોર પોલીસે સોમાભાઈ જેણાભાઈ, ચંદુભાઈ જેણા સહિત ૧૯ ઈસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સામે પક્ષે પણ ફરિયાદ નોધાવતા પોલીસે ૧૮ ઇસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:32 pm IST)