Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મોટોરોલા ગુજરાતમાં ૧૦૦ મોટો હબ્સ સ્થાપશે

અમદાવાદઃ મોટોરોલા મોબીલીટી ઈન્ડિયા તેની રીટેલ હાજરીના વિસ્તરણની જાહેરાત કરી છે અને ગુજરાતમાં પ્રવેશે છે. જેની સાથે ૧૦૦ નવા મોટો હબ્સ ૪ શહેરોમાં સ્થાપશે. જેમાં ૫૦ અમદાવાદમાં, ૨૦ રાજકોટમાં, ૧૫ બરોડા અને ૧૫ સુરતમાં સ્થાપશે. મોટો હબએ ગ્રાહકોને દરેક મોટોરોલા પ્રોડકટસની આસાન એકસેસ અને ઉપલબ્ધી પુરી પાડે છે.જયાં તેઓ મોટોરોલા ડિવાઈઝનો સંપૂર્ણ પોર્ટફોલિયો આનુકુળ સ્થળે જેમાં ઓનલાઈન એકસકલુઝીવ ડિવાઈઝ જેવા કે પ્રખ્યાત મોટો ઈપ્લસ અને મોટો જીપ્લસ તથા નવા રજૂ કરેલ મોટો એકફોન અને મોટો ઝેડ ફોર્સ બીવી મલ્લીકાર્જુન જણાવે છે. અમે અમારા રિટેલ વિસ્તરણને નોંધપાત્ર રીતે ગતીશીલતા આપી છે અને હવે સૌપ્રથમ મોટી હબ સ્ટેર્સ દ્વારા ગુજરાતમાં પ્રવેશ કરી રહયા છીએ. મેટો હબ્સના કોન્સેપ્ટ દ્વારા સ્માર્ટફોન પ્રેમીઓને એક તાજો રિટેલ અનુભવ પૂરો પાડવા ઈચ્છીએ છીએ. જયાં તેઓ ખરીદી સમયે વાતચીત કરી શકે અને તેમાં જોડાઈ શકે.

(4:30 pm IST)