Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી વ્યકિતની ફળદ્રુપતા માટે અત્યંત આવશ્યકઃ ડો.ભરત પરીખ

અમદાવાદઃ  આપણા દેશમાં આજે અનેક વર્ગોના કરોડો પરિવારમાં હજુ પણએ માન્યતા અકબંધ છે કે પરિવાર ત્યારેજ કહેવાય કે જયારે ઘરમાં એક બાળક હોય જો કે વધતી જતી દોડભાગવાળી જીંદગીથી માંડી પારિવારિક અને સામાજિક તણાવોને લીધે તથા કેટલાક નવા રોગોએ માનવીય શરીરમાં ઘર કરતા આજે સ્ત્રી અને પુરૂષ માટે લગ્ન બાદ વંધ્યત્વ જેવી મોટી વ્યાધી ઉભી થઈ છે. દંપતિને સંતાન પ્રાપ્તિ અંગે સચોટ માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદના જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને વંધ્યત્વ નિવારણ ડો.ભરત પરીખ દ્વારા રોઝમેરી હોસ્પિટલ ખાતે વિનામુલ્યે મેડિકલ ચેક- અપનું આયોજન કરવામાં આવ્યું હતું.

અક્ષરા આઈવીએફ અને રોઝમેરી વુમન હોસ્પિટલના એમડી ગાયનેકોલોજીસ્ટ ડો.ભરત પરીખે જણાવ્યું હતુ કે આજના ઝડપથી બદલાતા યુગમાં લોકોની ભોજનશૈલીમાં નોંધપાત્ર પરિવર્તન અને શારિરીક કસરતના અભાવે યુવાનો અને યુવતીઓમાં મેદસ્વિતાના પ્રમાણમાં વધારો થયો છે. આ ઉપરાંત બિન આરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે ડાયાબીટીસ, બીપી, અને કોલેસ્ટોરોલની સમસ્યા થવાથી વ્યકિતની પ્રજનનક્ષમતા ઉપર નકારાત્મક સસરો સર્જાય છે. મહિલાઓનું વજન વધી જવાને કારણે તેમને પોલીસીસ્ટિક એવા રિયન ડિસિઝ નામનો રોગ થાય છે અને તેના પરિણામે વંધત્વની સમસ્યા સર્જાય છે. આ સંજોગોમાં સંતુલિત આહાર, નિવમિત કસરત તથા સંયમિત જીવન વ્યકિતની ફળદ્વુપતા રાખવામાં ઉપયોગી બની રહે છે.

(4:30 pm IST)