Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

બબલી - બંટીને આજીવન કેદ વૃધ્ધ દંપતિનું કરૂણ મોત થયેલ

ધતુરાના બી ખવડાવી લુંટી લેનાર

અમદાવાદના વૃધ્ધ દંપત્ત્િ।ને ૩ વર્ષ પહેલાં નડીઆદના રેલવે સ્ટેશને ચામાં ઘેનયુકત પ્રવાહી પીવડાવીને બેભાન કર્યા બાદ   હજારોના દાગીના તફડાવી લેનાર બંટી-બબલીને નડીઆદની કોર્ટે તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સદા ફટકારતા ચકચાર મચી જવા પામી છે. વધુ માત્રામાં ઘેનયુકત પ્રવાહી પીવડાવવાને કારણે વૃધ્ધ દંપતીનું સારવાર દરમ્યાન મોત થયું હતુ.  નડિયાદના એડિ. સેશન્સ જજ વી. ડી. પરમારે  ચુકાદો આપ્યો છે .

(2:51 pm IST)