Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગુજરાત સ્થાપના દિને સરકારની ભેટ MBBSની ૩૭૦ બેઠકોની MCI મંજૂરી

જામનગર,વડોદરા અને સુરતની સરકારી તથા પાલનપુરની સ્વનિર્ભ ૨ કોલેજમાં સીટ

રાજકોટ તા.૨: ગુજરાતના સ્થાપના દિને મેડીકલ કાઉન્સિલ તથા ગુજરાત રાજયની મેડીકલ કોલેજની MBBSની ૩૭૦ બેઠકોની મંજુરી આપી છે.

તબીબી શિક્ષણ ક્ષેત્રે રાજયની જામનગર,સુરત,વડોદરાની સરકારી અને પાલનપુરની નવી કોલેજમાં ૩૭૦ સીટ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મંજૂર કરી છે. ૩૭૦ સીટનો વધારો થતાં રાજયમાં એમબીબીએસની કુલ ૪,૨૦૦ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વધુને વધુ મેડિકલ કોલેજ સ્થપાય, તબીબી સેવાનો વ્યાપ વધે. દર્દીઓને ઉચ્ચકક્ષાની તબીબી સારવાર મળે તે માટે લાંબાગાળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડોદરા, સુરત અને જામનગરની સરકારી મેડિકલ કોલેજ અને આરોગ્ય નીતિ ૨૦૧૬ અંતર્ગત પાલનપુરની જિલ્લા હોસ્પિટલ ખાતે સ્થપાનાર નવી સ્વનિર્ભર મેડિકલ કોલેજમાં એમબીબીએસની નવી સીટ મંજૂર કરવામાં આવી છે.

જામનગર મેડિકલ કોલેજ ખાતે ૫૦, સુરત ખાતે ૧૦૦ વડોદરા ખાતે ૭૦ અને પાલનપુરની મેડિકલ કોલેજ ખાતે ૧૫૦ મળી કુલ ૩૭૦ સીટ ઉપલબ્ધ બનશે.

(2:43 pm IST)