Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સુરતમાં પાડોશી યુવકે મંદબુધ્ધિની યુવતી પર દુષ્કર્મ આચરીને મહાભયાનકતા આચરી

ફાંસીની સજા છતાં હવસખોરીના બનાવો હજુ અટકવાનું નામ લેતા નથી

સુરત તા. ૨ : પાંડેસરામાં માસૂમ બાળકીની બળાત્કાર કરી હત્યાની ઘટના અને બારડોલીમાં સગીરા પર ગેંગરેપની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. હવસખોરોની હેવાનિયતના આ બનાવો હજુ પણ અટકવાનું નામ લેતા નથી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે સિંગણપોરમાં સહજાનંદ સોસાયટીમાં રહેતા દિનેશ હાવસિંગ ભુરિયા (૩૦) સામે ચોકબજાર પોલીસમાં ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે દિનેશ ભુરિયાએ સોસાયટીમાં જ રહેતી ૨૩ વર્ષની મંદબુદ્ઘિની યુવતી પર નજર બગાડી હતી. ગત તા.૨૪મીએ રાત્રે નવ વાગ્યે માનસિક અસ્વસ્થ આ યુવતી ઘર પાસેના ખુલ્લા મેદાનમાં બેસેલી હતી ત્યારે દિનેશ ભુરિયાએ તેણીની પાસે જઇ બદકામ કર્યુ હતું. જબરજસ્તી કરી યુવતીના ગુપ્ત ભાગમાં લાકડી નાંખી દીધી હતી. બાદમાં યુવતીએ અસહ્ય પીડા ઉપડતાં બૂમાબૂમ મચાવી દેતાં ભૂરિયો ત્યાંથી નાસી છૂટયો હતો.બનાવ અંગે પીડિતાએ પરિવારજનોને વાત કરતા તેઓના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. ચોકબજાર પોલીસે આ મામલે પીડિતાની માતાની ફરિયાદ લઇ પડોશી દિનેશ ભુરિયા સામે આઇપીસી ૩૭૫(બી) અને ૩૭૬(બી)ની કલમ અન્વયે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે પીડિતાનું સ્મીમેર હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ પણ કરાવ્યું હતું. દરમિયાન ચોકબજાર પોલીસે આરોપી દિનેશ ભૂરિયાને ઊંચકી લાવી આ મામલે પૂછપરછ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પીઆઇ શેખ ચલાવી રહ્યા છે.(૨૧.૧૨)

(11:52 am IST)