Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

અમદાવાદના કેસો મુંબઈ ટ્રાન્સફર કરતો કસ્ટમ્સ-એકસાઈઝ અને સર્વિસ ટેક્ષ ટ્રીબ્યુનલનો ચુકાદો હાઈકોર્ટે સ્ટે કર્યો

રાજકોટ, તા. ૨ :. ૨૪ એપ્રિલના રોજ કસ્ટમ્સ-એકસાઈઝ એન્ડ સર્વિસ ટેક્ષ એપેલેટ ટ્રીબ્યુનલની વેસ્ટ ઝોનલ બેંચ-અમદાવાદના આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર ઉમા શંકર વર્મા દ્વારા ૨૦૧૦થી અમદાવાદમા ચાલી રહેલા કેસો મુંબઈ રીજીયોનલ બેંચમાં ટ્રાન્સફર કરતો હુકમ કર્યો હતો. આ હુકમને અમદાવાદ સીસ્ટેટ બાર એસોસીએશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે ગઈકાલે એપેલેટ ટ્રીબ્યુનલનો હુકમ સ્ટે કરતો ચુકાદો આપ્યો છે.

તાજેતરમાં ૨૩મીથી ૨૭મી દરમિયાન અમદાવાદ સીસ્ટેટ બાર એસોસીએશન દ્વારા બેંચના નોન જ્યુડીશ્યલ એપ્રોચ અને અસંતોષકારી વર્તણુકના વિરોધમાં કોર્ટ કાર્યવાહીથી દૂર રહ્યા હતા. આ અંતર્ગત ૨૪મીએ એપેલેટ ટ્રીબ્યુનલ દ્વારા કેસો મુંબઈ ટ્રાન્સફર કરતો હુકમ કરવામાં આવ્યો હતો. જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવતા આ હુકમ સ્ટે કરવામાં આવ્યો છે.

બેંચની નીતિરીતિ બાબતે સીસ્ટેટ બાર એસોસીએશનની ખાસ સામાન્ય સભા ૨૮મી એપ્રિલના સવારે ૧૧ વાગ્યે એલીસબ્રીજ જીમખાનાના બોર્ડ રૂમમાં મળી હતી. જ્યાં કેટલાક ઠરાવો કરવામાં આવ્યા હતા. એપેલેટના હુકમને પડકારવા એડવોકેટ હિતેશ વી. પટેલ અને શ્રી મિહીર જોશીને રોકવામાં આવ્યા હતા.

સીસ્ટેટ બાર એસોસીએશનના પ્રમુખ વિલીંગ્ડન ક્રિશ્ચીયન, ઉપપ્રમુખ શ્રીદેવ વ્યાસ, સેક્રેટરી પરેશ દવે, ખજાનચી પરેશ શેઠ અને સભ્યો સર્વશ્રી આર.સી. સકસેના, કે.આઈ. વ્યાસ, શ્રી પી.પી. જાડેજા, પંકજ રાચ્છ, શૈલેષ વ્યાસ, સરજુ મહેતા, વિજય જોશી, ધવલ શાહ, પારીતોષ ગુપ્તા, દેવાશિષ ત્રિવેદી, બીશન શાહ, રાજ વ્યાસ, અમલ દવે, આદિત્ય ત્રિપાઠી, કુંતલ પરીખ, સુધાંશુ બીસા, માધવ વાડોદરીયા અને મીસ ડીમ્પલ ગોહિલે એપેલેટ સામેની લડતમાં સક્રીય રસ લીધો હતો. સીસ્ટેટ બાર એસોસીએશનની લડતને મુંબઈ સીસ્ટેટ એસો. અને વિવિધ બાર એસોસીએશને ટેકો આપ્યો હતો.(૨-

(11:52 am IST)