Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રાજ્યમાં ઉનાળાનો પ્રકોપ :ભાવનગર ભઠ્ઠીમાં શેકાયું:તાપમાન 44.1 ડિગ્રીએ પહોંચ્યું

ડીસા 42.8 ડિગ્રી,ગાંધીનગરમાં 42.8 ડિગ્રી,અમદાવાદ 42.7 ડિગ્રી અને રાજકોટમાં 42.5 ડિગ્રી તાપમાન

અમદાવાદ :ગુજરાતમાં આજે પણ ગરમીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં હાલ દેહ દઝાડતી ગરમી પડી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યનું તાપમાન સરેરાશ 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. આ ગરમીને પગલે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. જેમાં સૌથી વધુ ગરમી ભાવનગરમાં જોવા મળી છે. ભાવનગરમાં તાપમાન 44.1 ડીગ્રીએ પહોંચ્યું હતું. જયારે -ડીસામાં  42.8 ડિગ્રી,ગાંધીનગરમાં 42.8 ડિગ્રી,અમદાવાદ 42.7 ડિગ્રી અને રાજકોટમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું

(7:49 pm IST)