Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

અમિત જેઠવા હત્યા કાંડ કેસ મામલો;ભાજપના પૂર્વ સાંસદ અને કેસમાં આરોપી દિનુભાઈ બોઘાભાઈ સોલંકીની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

 

અમદાવાદ : અમિત જેઠવા હત્યા કાંડ કેસ મામલે ભાજપના  પૂર્વ સાંસદ અને કેસમાં આરોપી દિનુભાઈ બોઘાભાઈ સોલંકીની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી. છે

કેસમાં સાક્ષીઓને ફેર તપાસ માટે બોલાવવા સીબીઆઇ કોર્ટે કરેલા હુકમ ને પડકારતી અરજી દિનુભાઈ  બોઘાએ કરી હતી. સીબીઆઇ કોર્ટે સુરેન્દ્રનગરના તત્કાલીન પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રાઘવેન્દ્ર વત્સ સહિતના સાક્ષીઓને ફેર તપાસ માટે બોલાવવા હુકમ કર્યો હતો , જેની સામે વાંધો ઉઠાવતાં દિનુભાઈ  સોલંકી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી

(9:35 pm IST)